યાત્રા પર કે મુસાફરી પર જઈએ ત્યારે ઘરના વડિલો શુકન અપશુકનને ધ્યાનમાં રાખવાનું જરૂરથી કહેતા હોય છે. મુસાફરી દરમિયાન મનમાં જેટલો ઉત્સાહ હોય છે, સાથે સાથે તેટલો ભય પણ વધારે હોય છે. યાત્રા કરતી વખતે તમને કોઈ અનહોની થવાનો પણ ક્યારેય ડર રહેતો હોય છે.
ટીવી અને છાપામાં આવતા સમાચારોમાં જોવા મળતું હોય છે કે પ્રવાસે નિકળેલા લોકો અંતિમધામ પહોંચી ગયા જેવા સમાચાર મળતા હોય છે. યાત્રા ક્યારેક એટલી સુખદ હોય છે દોડ-ધૂપ ભરેલી જિંદગીનો થાક પણ દૂર થઈ જતો હોય છે. ક્યારેક યાત્રીઓને દુર્ઘટનાને લીધે જીવ ખોવો પડે છે. તો તે યાત્રા પીડાદાયક બની જાય છે.
તે પછી તે યાત્રામાં અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. તેથી જ કેટલાક લોકો ઘરેથી મુહૂર્ત જોયા પછી યાત્રા માટે નીકળે છે. તેમજ આપણા શાસ્ત્રોમાં, યાત્રા ને લઈને શુભ અને અશુભ શકુનની વાત જોવા મળે છે.
કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જે યાત્રા કરતી વખતે જોવામાં આવે તો યાત્રા ન કરવી વધુ સારું રહે છે. તેમજ કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે યાત્રા દરમિયાન જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે આપણે આ બંને પર ચર્ચા કરીશું.
યાત્રા કરતી વખતે આ જોવુ હોય છે અશુભ :- જો યાત્રા પર જાતી વખતે તમને આમાંની કોઈ પણ વસ્તુ દેખાય તો તે એક ખરાબ શુકન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે તમારી યાત્રા ન કરવી જોઈએ. જો તમે આમ નથી કરતા, તો તમારી સાથે કંઈક અનર્થ થઈ શકે છે.
આ વસ્તુઓ જેવી કે – વંધ્યા (નિઃસંતાન) સ્ત્રી, કાળુ કાપડુ, હાડકું, સાપ, મીઠું, કાંટાળું, વિષ્ઢા(મળ-મૂત્ર), ચરબી, તેલ, મેનિક પુરુષ (પાગલ આદમી), રોગી, સળગતુ ઘર, યુદ્ધ, લાલ કપડાં, સામે ખાલી ઘડો, ભેંસની લડાઇ, કોઈનુ છીંકવું અને બિલાડી દ્વારા રસ્તો કાપવો વગેરે.
જો આ જોવામાં મળે તો શુભ બને છે યાત્રા :- એવું નથી કે દરેક યાત્રા દુઃખદાયક જ હોય. કેટલીક ખૂબ સુખ્દ અને યાદગાર પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્રનુ માનોતો યાત્રા પર જાતી વખતે જો તમને આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય છે, તો તમારી યાત્રા સુખદ થઈ જાય છે.
આ વસ્તુઓ જેમ કે- બ્રાહ્મણ , હાથી, ઘોડો, ગાય, ફળ, અન્ન, દૂધ, દહીં, કમળનું ફૂલ, સફેદ વસ્તુ, વેશ્યા, સાધન, મોર, નોળીયુ, સિંહાસન, દહન કરતો દીવો, ગોદમાં બાળક લીધેલી સ્ત્રી, નીલકંઠ પક્ષી, ચંપાનુ ફૂલો, કુમારિકા, શુભ વચન, ભરેલો ઘડો, ઘી, શેરડી, સફેદ આખલો, વેદ ધ્વનિ, મંગળ-ગીત વગેરે.
Leave a Reply