નખના આકાર પરથી જાણી શકાય છે વ્યક્તિ પર વિશ્વાસ કરવો કે નહિ, જાણો..

શાસ્ત્રની જેમ જ હસ્તરેખા શાસ્ત્રની પણ વ્યક્તિના જીવન પર અસર થતી હોય છે. હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીની રેખાઓ પરથી જ ભવિષ્યવાણી નથી કરવામાં આવતી. તેમાં હાથની લંબાઈ, આંગળીની લંબાઈ તેમજ નખના આકાર પરથી પણ વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હોય છે. દરેક વ્યક્તિની હથેળીમાં જેમાં રેખાઓ સમાન નથી હોતી તેમ નખ પણ અલગ અલગ હોય છે. તો ચાલો આજે જાણી લો નખ પરથી વ્યક્તિ વિશેની ખાસ વાતો.

નખનો આકાર વ્યક્તિ વિશે ઘણી બધી બાબતો કહી જાય છે. સમુદ્રશાસ્ત્રમાં નખને લઈને કહેવામાં આવેલી વાતો વિશે અહીં જણાવીશું. જો તમારા નખ લાંબા છે, તો તમે ક્રિએટિવ હશો અને જો ખૂણાથી ફેલાયેલા હશે તો તમને બોલવામાં કોઇ માત આપી શકતું નથી અને જો તમાર નખ ચોરસ આકારના છે તો તમારી હિંમત વિશે શું કહેવું. આવા છ નખના આકાર જે તમારા વ્યક્તિત્વનું દર્પણ હોઇ શકે છે.

નખ આપણાં સ્વાસ્થ્યનું પણ દર્પણ હોય છે- પોષણમાં કંઇપણ નબળાઇ હોય તો સૌથી પહેલી અસર આપણા નખ પર દેખાય આવે છે. પરંતુ વ્યક્તિત્વ? આ માટે જ આજે અમે તમને જણાવીશું કે નખના આકાર પરથી તમે કેવી રીતે જાણી શકશો સામેવાળી વ્યક્તિનું વ્યક્તિત્વ…

ગોળાકાર નખ : આવા જાતકો સ્ફૂર્તિવાન, ચપળ, જિજ્ઞાસુ હોય છે. તેઓ સંગીતના, ખાવાના, કપડાના શોખીન હોય છે. તેમની પ્રગતિ લગ્ન બાદ થાય છે. તેમનું લગ્નજીવન સુખી હોય છે. તેઓમાં કામવાસના તિવ્ર હોય છે. દરેક વસ્તુને ઝીણવટતાથી પારખે છે. ઉચ્ચાભ્યાસ કરે છે.

ચોરસ નખ : આ પ્રકારના નખ હોય તેમણે જીવનમાં સંઘર્ષ કરવો પડે છે. લગ્નજીવન સારું હોય છે, માતા-પિતા સાથે સંબંધો સંઘર્ષભર્યા રહે છે. તેઓ મહેનતુ હોય છે. પરંતુ પ્રેમપ્રસંગમાં નિષ્ફળતા મળે છે.

અણીદાર નખ : આવા જાતકનો સ્વભાવ ખૂબ જ ચીડિયો હોય છે. આવા જાતકો 30 વર્ષ બાદ ખરાબ કૃત્ય કરવા પ્રેરાય છે. આવા વ્યક્તિ કટુતાનીતિવાળા હોય છે. મૂડી સ્વભાવના હોય છે. શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળી હોય છે. મોં ઉપર કે શરીર ઉપર ઘાના નિશાન બનેલા હોય છે. પૈસા માટે ગમે તેવું ખરાબ કૃત્ય કરે છે. ઘણી બધી વખત જેલવાસ ભોગવતા હોય છે. આવા વ્યક્તિઓ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. ઘણી બધી વખતે જૂઠું બોલતા હોય છે.

અર્ધગોળાકાર નખ: આ જાતકો સ્વમાની, લાગણીશીલ તેમજ સારા ઉદ્યોગપતિ કે રાજકારણી હોય છે. તેમની આંગળીઓ થોડી મોટી હોય છે. કેમિકલ, ટેક્નિકલ-કમ્પ્યૂટર ક્ષેત્રે પ્રગતિ કરતા હોય છે. સારા હોદ્દા ઉપર હોય છે. સરકારી ખાતામાં અધિકારી હોય છે. લગ્નજીવન સફળ હોય છે. લવ મેરેજ કરતા હોય છે. તેમના પર માતા-પિતાના આશીર્વાદ હોય છે.

વી શેપના નખ : આવા જાતકો કલાપ્રેમી, સાહિત્યપ્રેમી, ખાવાના, કપડાંના, સુગંધી દ્રવ્યોના શોખીન હોય છે. ગાયક કે ફિલ્મી કલાકાર બની શકે છે. કપરી પરિસ્થિતિમાંથી પણ બહાર આવતા હોય છે. અચાનક જ જીવનમાં બદલાવ આવતા હોય છે. લગ્નજીવન બગડી શકે છે. આવા જાતકો ઉતાવિળયા હોય છે. બોલીને બગાડતા હોય છે. વકીલાત, જ્યોતિષ તેમજ સારા શિક્ષક બની શકતા હોય છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *