દરેક લોકોને સુંદર ત્વચા જ પસંદ હોય છે. ભારતીય મહિલાઓ ચમકદાર અને સુંદર ત્વચા પામવા માટે સદીઓ જૂનાં ૧૦૦ ટકા પ્રાકૃતિક અને સલામત તરીકાઓ અપનાવે છે. એમાં પણ બધા સામે કોમ્પિટિશન પણ કરતા હોય છે. વાતાવરણ માં ગરમીનું પ્રમાણ વધવાથી ચહેરા પર ખીલ અને ફોલ્લી ઓ જેવી સમસ્યાઓ વધવા લાગે છે અને આ સમસ્યા થી દરેક છોકરીઓ ખુબજ પરેશાન રહે છે.
ચહેરા પર થનારા ડાઘ-ધબ્બાથી પરેશાન થઇ છોકરીઓ ઘરેલું નુસખાનો સહારો લે છે. જ્યારે કેટલાક લોકો મોંઘામાં મોંઘી પ્રોડક્ટ પણ ઉપયોગ કરવા લાગે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. ચહેરા પર ચમક લાવવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે આ વસ્તુઓમાં તમે પાણી મિક્સ કરીને પી શોક છો. આમ કરવાથી શરીર ડિટોક્સ થશે અને અંદરની ગંદકી સહેલાઇથી બહાર નીકળી જશે.
સામાન્ય રીતે ઉનાળામાં વધારે માત્ર માં પાણી પીવાનું કહેવામાં આવે છે. જેનાથી ત્વચા અને શરીર બંને સારું રહે. વધારે માં વધારે માત્ર માં સાદું પાણી પીવાથી પણ શરીર ને ખુબજ લાભ થાય છે. આજે અમે તમને એવા પાણી વિશે જણાવીશું જેનું સેવન કરવાથી ત્વચા ને ખુબજ લાભ થાય છે. તો ચાલો જાણી લઇએ એવા ક્યાં ક્યાં પાણી છે જેનાથી ત્વચા સુંદર બની રહે છે..
ફુદીનાનું પાણી :- ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે અને ચહેરાની ચકમ યથાવત રહે છે. તેના સેવનથી ત્વચાની ચમક સારી રહેશે. તેની સાથે જ તે પેટની ગરમી દૂર કરે છે. ચમકતી ત્વચા જોઇએ છે તો આજથી જ ફુદીનાનું પાણી પીવાનું શરૂ કરી દો.
તજનું પાણી :- તજનું પાણી બનાવવા માટે પાણીને ઉકાળતા સમયે તેમા એક ચમચી તજના પાવડર અને તેમા સફરજનના બે ટૂકડા મિક્સ કરી લેવા. તે બાદ પાણીને ગાળીને પી લેવું. જે વધારે ટેસ્ટી લાગશે. સાથે જ તમારા લોહીનું પરિભ્રમણ સારુ રહેશે અને તેમના ચહેરા પર ચમક આવી જશે.
લીંબુ અને એપ્પલ સાઇડર વિનેગર :- લીંબુ વાળું પાણી ઘણા રોગમાં રાહત આપે છે. પીવાના પાણીમાં લીંબુ મિક્સ પીવાથી ફાયદા થાય છે. ધ્યાન રાખો કે લીંબુના થોડાક ટીંપા ઉમેરો તેનાથી ન માત્ર તમારી પાચન ક્રિયા સ્વસ્થ થશે પરંતુ શરીરની ગંદકી પણ પર પરેસવાની સાથે નીકળી જશે. લીંબુની જગ્યાએ તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને પી શકો છો.
Leave a Reply