તારક મહેતા માં સાચે નવા નટુકાકા આવવા ના છે?? જાણો શુ છે હકીકત

ઘણા વર્ષોથી નટુ કાકાનુ પાત્ર પીઢ અભિનેતા ઘનશ્યામ નાયક ભજવતા હતા. પરંતુ તાજેતરમાં જ લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં, દર્શકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે, જો કે, કોઈ પણ સંજોગોમાં, ઘનશ્યામ નાયક હવે શોમાં પાછા ફરી શકશે નહીં.

આવી સ્થિતિમાં સમાચાર આવ્યા છે કે તેમની જગ્યાએ નવા નટુ કાકા જોવા મળી શકે છે. વાયરલ થઇ રહેલ નવી તસવીર માં નવી તસવીરમાં જેઠાલાલની દુકાન ‘ગડા ઈલેક્ટ્રોનિક્સ’ની એ જ ખુરશી પર એક માણસ બેઠો દેખાય છે, જ્યાં એક સમયે ઘનશ્યામ નાયક બેસતા હતા.

જે વ્યક્તિની તસવીર વાઇરલ થઈ છે તે બીજું કોઈ નહીં, પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સના અસલી માલિક જ છે. વાયરલ વાયરલ થઇ રહેલી તસવીરમાં બેઠેલા વ્યક્તિને નવા નટુકાકા ગણાવવામાં આવી રહ્યા છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે નટુકાકાની જગ્યાએ બેઠેલ વ્યક્તિ એ ગડા ઇલેક્ટ્રોનિક્સ નો અસલી માલિક છે.

અને આ પ્રકારે ફેલાતી અફવાઓ થી આસિત મોદીએ આના ઉપર નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારની અફવાઓને કારણે અમે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. અમે નટુકાકાના પાત્ર માટે કોઈ કલાકારને હજુ સુધી ફાઇનલ કર્યો નથી. આ માટે હજી સુધી ઓડિશન પણ શરૂ કર્યાં નથી.

નટુકાકાનું પાત્ર આ શોનું ઘણું મહત્ત્વનું પાત્ર છે.અસિત મોદીએ કહ્યું હતું કે ઘનશ્યામ નાયકે સિરિયલને 14 વર્ષ આપ્યાં હતાં અને આટલી જલદીથી તેમનું રિપ્લેસમેન્ટ કરવું સરળ નથી.

જોકે અમે આ પાત્ર પર ઘણા કારણોસર ફોકસ કર્યું નથી. ઘનશ્યામજીએ આ શોને 14 વર્ષ આપ્યાં હતાં. તેમણે પોતાના પાત્રમાં એક્ટિંગ કરવા માટે જીવ રેડી દીધો હતો. તેમને રિપ્લેસ કરવા સરળ નથી. અમારા માટે આ બહુ જ મુશ્કેલ રહેવાનું છે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *