આ એક શ્રાપના કારણે જાણો કઈ રીતે નાશ પામ્યો હતો સમગ્ર યદુ કુળ

યાતિ, યયાતી, સયાતિ, અયાતી, વિયાતી તેમજ કૃતિ રાજા નહુષના પુત્રો હતા. યાતિ પરમ જ્ઞાની હતા તેમજ રાજ્ય, લક્ષ્મી વગેરેથી વિરક્ત રહેતા હતા તેથી રાજા નહુષએ પોતાના બીજા પુત્ર યયાતિનો રાજ્યઅભિષેક કર્યો. શુક્રાચાર્યએ પોતાની પુત્રી દેવયાનીના લગ્ન રાજા યયાતિ સાથે કરાવ્યા.તેમજ દૈત્યરાજ વૃશપર્વાની પુત્રી શર્મિષ્ઠા પણ દેવયાની સાથે તેની દાસી ના રૂપમાં યયાતિ ના ભવનમાં આવી.

થોડા સમય પછી દેવયાનીને પુત્રવતી થવાથી શર્મિષ્ઠાએ પણ પુત્રોત્પત્તીની કામનાથી રાજા યયાતિને નિવેદન કર્યું અને તેને યયાતિએ સ્વીકાર કરી લીધું.રાજા યયાતિ ને દેવ્યનીથી બે પુત્ર થયા યદુ અને તુવર્સું અને શર્મિષ્ઠાથી ત્રણ પુત્ર થયા દૃહ્ય, અનુ અને પૂરું. દેવયાનીને યયાતિ અને સર્મિષ્ઠાના સબંધ વિષે જાણ થઇ ત્યારે તે ક્રોધિત થઇ અને પોતાના પિતા પાસે ચાલી ગઈ.

શુક્રાચાર્યે રાજા યયાતિને બોલાવીને કહ્યું, ‘ રે યયાતિ તું સ્ત્રી લંપટ, મંદ બુદ્ધિ તેમજ ક્રૂર છે. તેથી હું તને શ્રાપ આપું છું તને અત્યારેજ વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થશે’ પોતાના શ્રાપથી ભયભીત થઇ યયાતિ બોલ્યો, ‘હે બ્રહ્મદેવ, તમારી પુત્રી સાથે વિષય ભોગમાં હજી મને તૃપ્તિ નથી થઇ.આ શ્રાપથી તો તમારી પુત્રીનું પણ અહિત છે’ આ સાંભળીને શુક્રાચાર્ય એ કહ્યું, ‘

જો કોઈ તને પ્રસન્નતા સાથે પોતાની યુવાવસ્થા આપે તો તું તેની સાથે પોતાની વૃદ્ધાવસ્થા બદલી શકે છે.’ત્યારે રાજાએ પોતાના મોટા પુત્રને કહ્યું કે તારા નાના દ્વારા આપવામાં આવેલ મારી આ વૃદ્ધ વસ્થા લઇ મને તારી યુવાની આપ. ત્યારે યદુ બોલ્યો, ‘હે પિતાજી, અસમય માં આવેલ વૃદ્ધાવસ્થા ને લઈને હું જીવિત નથી રહેવા ઈચ્છતો, તેથી હું તમારી વૃદ્ધાવસ્થા લેવા નથી ઈચ્છતો.

યયાતિએ પોતાના અન્ય બીજા પુત્રોને પણ કહ્યું ત્યારે નાના પુત્ર પૂરું સિવાય દરેક પુત્રે તેની માંગ ને ઠુકરાવી દીધી. પૂરું એ પોતાના પિતાને પોતાની યુવા વસ્થા સહર્ષ પ્રદાન કરી. ફરીથી યુવાન થઇ જવા પર રાજા યયાતિ એ યદુને કહ્યું,તે મોટો પુત્ર હોવા છતાં પિતા પ્રત્યેનું પોતાનું કર્તવ્ય ના નિભાવ્યું તેથી હું તને રાજ્યાભિષેક થી વંચિત કરું છું. અને પોતાનું રાજ્ય પુરુને આપું છું.

હું તને શ્રાપ પણ આપું છું કે તારો વંશ હંમેશા માટે રાજવંશીઓ દ્વારા બહિષ્કૃત રહેશે.રાજા યયાતિ એક સહસ્ત્ર વર્ષ સુધી ભોગ લિપ્સામાં લિપ્ત રહે પરંતુ તેને તૃપ્તિ ના મળી. વિષય વાસના થી તૃપ્તિ ના મળવાથી તેને વિષય વાસનાથી ઘૃણા થઇ ગઈ અને તેણે તેની યુવાવસ્થા ફરી પાછી પુરુને સોપી દીધી અને પોતે વૈરાગ્ય ધારણ કરી લીધું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *