શું તમે જાણો છો શ્રીફળ વધેરવા પાછળ ની આ પરંપરા વિષે?

હિંદુ ધર્મના લગ્ન હોય કે કોઈ તહેવાર હોય અથવા કોઈ મહત્વપૂર્ણ પૂજા હોય ત્યારે પૂજાની સામગ્રીમાં નારિયેળ અવશ્ય હોય જ છે. નારિયેળ ને સંસ્કૃતમાં શ્રીફળના નામથી ઓળખવામાં આવે છે. આ ફળ બલી કર્મનું પ્રતિક છે.મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે.

જયારે પણ કોઈ નવું કામ ચાલુ કરે છે તો ભગવાનની સામે નારિયેળ વધેરે છે.બલી કર્મનો અર્થ છે ઉપહાર અથવા નીવેદની વસ્તુ, દેવતાઓને બલી દેવાનો અર્થ થાય છે તેમના દ્વારા કરવામાં આવેલી કૃપા દ્વારા આભાર વ્યક્ત કરવો અથવા તેની કૃપાના અંશના રૂપમાં દેવતાઓને અર્પિત કરવા. એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોની બલી એક સામાન્ય વાત હતી.

ત્યારે આદિ શંકરાચાર્ય એ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાન પર નારિયેળ ચડવાની શરૂઆત કરી.નારિયેળ ઘણી રીતે માનવીય મસ્તિષ્ક સાથે મેળ ખાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે કરવામાં આવે છે.

કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે કરવામાં આવે છે. અને નારિયેળ પાણીની તુલના લોહી સાથે કરવામાં આવી શકે છે.સાથેજ નારિયેળની શેષની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવી છે.

નારિયેળ ફોડવાનો મતલબ એ થાય છે કે મનુષ્ય પોતાનો અહંકાર અને સ્વયં ને ભગવાનની સામે સમર્પિત કરે છે.આવું કરવાથી અજ્ઞાનતા અને અહંકાર નું કઠોર કવચ તૂટી જાય છે. અને એ આત્માની શુધ્ધતા અને જ્ઞાનનો દરવાજો ખોલે છે. જેનાથી નારિયેળ સફેદ હિસ્સાના રૂપમાં જોવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *