આ ટિપ્સને અપનાવીને તમે તમારા નખને ઘરે જ સુંદર બનાવી શકો છો

નખ જેમ સારા અને સુંદર દેખાતા હોય તો આપણી સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેવી રીતે આપણે ચહેરાનું ખાસ ધ્યાન રાખીએ છીએ, એવી જ રીતે હાથના નખનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. શરીરમાં પોષક તત્વોની કમી, નખ ચાવવાની આદત, ખરાબ નેલ પોલિશ લગાવવાને કારણે નખ ખરાબ અને પીળા થવા લાગે છે.

એવામાં જો તમારી પાસે પાર્લર જઈને મેનિક્યોર કરાવવાના પૈસા નથી તો ઘરે જ તમારા નખની બેસ્ટ માવજત કરી શકો છો. જો તમારા નખ નેઇલ પેઇન્ટના કારણે પીળા પડ્યા હોય તો આ ટિપ્સ દ્વારા તમે તમારા નખને સુંદર બનાવી શકો છો. આવી સ્થિતિમાં, તમે આ ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

  • સફરજન સીડર સરકોની એસિડિક ગુણધર્મો અસરકારક રીતે તમારા નખમાં ઘટાડા દૂર કરી શકે છે. ફક્ત સાધારણ પાણીના બાઉલમાં સફરજન સીડર સરકોનું ½ ચમચી મૂકો. ઉકેલ માં તમારા નખ ખાડો અને તેમને 5-10 મિનિટ માટે soaked રાખો. આ હોમમેઇડ સોકનો ઉપયોગ સાપ્તાહિક ધોરણે પીળા નખો કાઢી નાખવા માટે થાય છે.
  • વિટામિન સીથી ભરપૂર લીંબુમાં બ્લીચિંગ એજન્ટ હોય છે. તેની છાલને નખ પર ઘસો. આ સિવાય ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી 15 મિનિટ હાથ તેમાં ડુબાડી દો. પછી ફાઈલરથી નખ સાફ કરીને કોઈ ક્રીમ લગાવી દો. તમારા નખ સાફ થશે અને પીળા નહીં રહે.

 

  • લસણમાં એવા ગુણધર્મો છે જે તમને તમારા નખના પીળાશથી સરળતાથી રાહત આપી શકે છે. આ માટે થોડું લસણ લો અને તેને ક્રશ કરો અને તેને તમારા નખ પર ઘશો. બે મિનિટ પછી ટીશ્યુ પેપરથી સાફ કરો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર કરો.
  • થોડી ટૂથપેસ્ટ લઈને તેને નખ પર લગાવી હળવા હાથે 5 મિનિટ મસાજ કરો. પછી તેને પાણીથી સાફ કરી લો. ટૂથપેસ્ટમાં રહેલાં તત્વો નખને ક્લિન અને વ્હાઈટ કરશે.

 

  • નખને સાફ કરવા માટે બેકિંગ સોડા જાદુની જેમ કામ કરે છે. તેમાં રહેલાં તત્વો નખને ક્લિન, સફેદ અને હેલ્ધી રાખે છે. તેના માટે 1 ચમચી બેકિંગ સોડામાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો. પછી 5 મિનિટ નખ પર લગાવીને રહેવા દો. પછી પાણીથી નખ સાફ કરી લો. આ ઉપાય સપ્તાહમાં 3 વાર કરવાથી પીળા અને ખરાબ નખની સમસ્યા દૂર થશે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *