દરેક લોકો સાપની પૂજા કરે છે સાપ એક એવો જીવ છે, જે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધરતી પર મનુષ્ય હોય છે તે ધરતી પર સાપ મનુષ્ય માટે રહસ્ય અને ડરનો વિષય હોય છે. એટલા માટે સાપની પૂજા પરંપરા અને પ્રાચીન કાળથી કરવામાં આવે છે.આપના ઘણા બધા ગ્રંથોમાં સાપની કથાઓ સાંભળવા મળે છે.
ઘણી બધી કથાઓ એવી છે કે જે ખુબજ અજીબ પણ છે.આજે અમે તમને નાગ વંશની ઉત્પત્તિ સાથે સબંધિત કથા જણાવીશું તો ચાલો જાણીએ… મહાભારત અનુસાર, મહર્ષિ કશ્યપણી તેર પત્નીઓ હતી. તેમાંથી એક હતી કદ્રુ, દરેક નાગ કદ્રુના સંતાનો છે.મહર્ષિ કશ્યપની એક પત્નીનું નામ વિનતા હતું.
પક્ષીરાજ ગરુડ વિનતાના પુત્ર છે. એકવાર ક્દ્રુ અને વિનતાએ એક સફેદ ઘોડો જોયો, તે જોઈએ કદ્રુએ કહ્યું કે એ ઘોડાની પૂછ કાળી છે અને વિનતા એ કહ્યું સફેદ છે,અને બંને વચ્ચે શરત લાગી ત્યારે કદ્રુએ પોતાના નાગ પુત્રોને કહ્યું કે તેઓ પોતાનો આકાર નાનો કરી ગોળના પુછ્ડા પર વીંટળાઈ જાય જેથી તેની પૂછડી કાળી દેખાય અને તે શરત જીતી જાય.
કેટલાક સાપોએ આવું કરવાની ના પાડી.ત્યારે કદ્રુએ પોતાના પુત્રોને શ્રાપ આપ્યો તમે રાજા જનમેયના યજ્ઞ માં ભસ્મ થઇ જશો. શ્રાપની વાત સાંભળી બધાજ સાપ પોતાના માતાના કહેવા મુજબ ઘોડાની પુછ પર લપેટાઈ ગયા અને એ ઘોડાની પૂછ કાળી દેખાવા લાગી.શરત હારવાથી વિનતા કદ્રુની દાસી બની ગઈ.
જયારે ગરુડને ખબર પડી કે તેની માં દાસી બની ગઈ છે ત્યારે તેણે કદ્રુ અને તેના પુત્રોને પૂછ્યું કે તમને હું એવી કઈ વસ્તુ આપું જેનાથી મારી માતા તમારા દસીત્વથી મુક્ત થઇ જાય.ત્યારે સાપોએ કહ્યું કે તું અમને સ્વર્ગ માંથી અમૃત લાવીને આપે તો તારી માતા દસીત્વથી મુક્ત થઇ જાય.
પોતાના પરાક્રમથી ગરુડ સ્વર્ગ માંથી અમૃત કળશ લઇ આવ્યા અને તેને કુશા પર રાખી દીધો.અમૃત પીધા પહેલા જયારે સાપ સ્નાન કરવા ગયા ત્યારે દેવરાજ ઇન્દ્ર અમૃત કળશ લઈને ફરી સ્વર્ગમાં લઇ ગયા. એ જોઇને સાપો એ ઘાસ ચાટવા લાગ્યા જ્યાં એ અમૃત કળશ રાખ્યો હતો, તેમણે લાગ્યુકે આ સ્થાન પર અમૃતનો થોડો અંશ તો જરૂર હશે આવું કરવાથી તેમની જીભના બે ટુકડા થઇ ગયા.
Leave a Reply