મુસાફરી કરતી વખતે તમને પણ થાય છે આ સમસ્યા, તો જરૂર જાણો એના વિશે..

ઘણા લોકોને પ્રવાસ કરતા સમયે કે પછી ક્યાય પણ રોડ ટ્રીપ પર ગયા હોય ત્યારે ઉલ્ટીની સમસ્યા રહેતી હોય છે. આપને જણાવી દઈએ કે પ્રવાસ દરમિયાન ઉલ્ટી થવી સામાન્ય બાબત છે. પરતુ જેને થાય છે તેનો આખો પ્રવાસ બગડી જાય છે. એ વાતને આપણે નકારવી ન જોઈએ.

તો આજે અમે તમને જણાવીશું અમુક એવા નુસ્ખાઓ વીશે જેના કારણે તમે પ્રવાસ દરમિયાન થતી ઉલ્ટીની સમસ્યાથી રાહત મેળવી શકો છો…. જ્યારે પણ પરિવાર સાથે પ્રવાસ માં જઈએ અને પરિવારના કોઈ પણ સભ્યને ઉલ્ટી થાય ત્યારે આપણે વીચારીએ છીએ કે પ્રવાસ હવે આગળ ન કરવો જોઈએ.

કારણ કે પરિવારના સભ્યની ચિંતા ને કારણે આપણે આગળનો પ્રવાસ રોકવો પડે છે. પરંતુ આપને જણાવી દઈએ કે પ્રવાસ દરમિયાન ઉલ્ટી થવી એકદમ સામાન્ય વાત ગણાય છે અને તેના માટે પ્રવાસ રોકાય નહી પરંતુ પરિવારના દરેક સભ્યની ઉલ્ટી ની સમસ્યા ને આપણે દૂર કરી શકીએ છીએ.

જો પ્રવાસ સમયે તમે કોઈ પણ ફ્રુટ નું જ્યુંશ પીવો છો તો તે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને તેના કારણે આપણને ઉલ્ટી જેવી સમસ્યાથી પણ રાહત મળી રહે છે.

આ સિવાય તમે મોઢામાં લવીંગ પણ રાખી શકો છે. તેના પાછળ નું કારણ છે કે જો મોઢામાં લવીંગ રાખશો તો તમને તેનો સ્વાદ આવતો રહેશે અને તમને ઉલ્ટી જેવું બિલકુલ નહી થાય. મહત્વનું એ છે કે માત્ર લવિંગ નહી પરંતુ કોઈ પણ ચોકલેટ પણ તમે રાખી શકો છો અથવા ખાઈ શકો છો. જેના દ્વારા તમને ઉલ્ટીની સમસ્યા માંથી રાહત મળી રહેશે.

આ સિવાય જો તમે પ્રવાસ દરમિયાન ઉલ્ટીને રોકવા ઈચ્છો છો. તો તમે મોઢામાં આદું પણ રાખી શકો છો. અને જો તમે આદું રાખવું તમને સારું નથી લાગતું તો તમે પ્રવાસ કરતા પહેલા એક આદું વાળી ચા બનાવીને પણ પી શકો છો. કારણકે આવું કરવાથી તમને ઉલ્ટી ની સમસ્યા થી મુક્તિ મળી જશે. અને આ સીવાય જો તમે પ્રવાસ દરમિયાન ખાતા પીતા રહેશો તો પણ તમને ઉલ્ટી નહી થાય…


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *