જાણો ઔષધિય ગુણોના ભંડાર મુનક્કાના અનેક ફાયદાઓ વિષે

આ નાનું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ છે. આયુર્વેદમાં દ્રાક્ષના ફાયદા વિગતવાર સમજાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે દ્રાક્ષને ખાસ રીતે સૂકવવામાં આવે છે ત્યારે તેમાંથી જે બને છે તેને મુનક્કા કહેવામાં આવે છે. દ્રાક્ષનાં તમામ ગુણધર્મો મુનક્કામાં હોય છે. આપણે દરરોજ ચાર થી પાંચ મુંક્કા ખાવા જોઈએ.

શરદી-જુકામ, કફ અને ઉધરસને દૂર કરવા માટે આને શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે.મુનક્કા બે પ્રકારના હોય છે લાલ મુનક્કા અને કાળા મુનક્કા. મુનક્કાના સેવનથી લોહીનું પ્રમાણ વધે છે તેમજ વાયુ, પિત્ત અને કફ જેવા દોષો દૂર થાય છે. ચાલો આજે મુન્ક્કા વિશે વધુ જાણીએ. આ સુકી બદામ શરીરમા ઊર્જા વધારે છે.

તેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે તેથી સામાન્ય રીતે પર્વતીય રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે ફાયદાકારક હોય છે.આયુર્વેદમાં તેને ઔષધિય ગુણોના ભંડાર તરીકે વર્ણવવામાં આવે છે. તેનો પ્રકૃતિ અથવા તાસીર ગરમ હોય છે. તેનો ઉપયોગ ઘણા રોગોમાં ઔષધિ તરીકે થાય છે. એસિડિટીથી છુટકારો મેળવવામાં મુનક્કા મહત્વની ભૂમિકા ભજવે છે.

આખી રાત આને પાણીમા પલાળી રાખો અને પછી આ પાણી રોજ પીવો. તેનાથી ઘણો ફાયદો થશે.જો તમે હંમેશા થાકેલા થાકેલા રહો છો તેમજ તમારામાં ઉર્જાની કમી લાગી રહી હોય અથવા શ્વાસની કોઈ સમસ્યા હોય તો આ તમામ ચિહ્નો એનિમિયાના છે અને એનિમિયાને દૂર કરવામાં મુનક્કા ઘણું ફાયદાકારક છે.તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે

જેનાથી જો તમે શરદી અથવા ઉધરસ જેવી તકલીફોથી પીડાતા હોય તને દૂર કરવામાં મદદ કરે છે.બીટા કેરોટીન હોય છે જે તમારી આંખો માટે ફાયદાકારક છે અને આંખોનું તેજ વધે છે. તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેનાથી તમને જોઈન્ટમાં થતા દુઃખાવાની સમસ્યામાં મદદ કરે છે અને રાહત આપે છે.

સાથે સાથે દુઃખાવો ઓછો કરે છે.તેના સેવનથી આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે તેમજ જો તમને વાળ ખરવા જેવી સમસ્યા હોય તો આના સેવનથી તમને ફાયદો મળે છે. મુંક્કા ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર આવે છે જેના લીધે શરીરમાં ત્વચાની ચમક વધે છે અને રંગ નિખરે છે. ત્વચા પર ગ્લો આવે છે.મુન્ક્કામાં ફાયબર હોય છે. તે ડાઈજેસન યોગ્ય રાખવામાં મદદ કરે છે

જેથી પેટ સંબધિત બીમારીઓનો સામનો કરવો પડતો નથી.તેમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે જેથી જે લોકોને હૃદયને લગતી બીમારીઓ હોય તેઓ માટે હૃદયરોગના હુમલાથી બચવામાં તે ખુબ જ ઈફેક્ટીવ છે. મુંક્કામાં એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જે તમને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *