મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક છે, જે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. દરેક બિઝનેસમેન મુકેશ અંબાની ને જ પોતાની પ્રેરણા માને છે. આખા વિશ્વમાં તેમનો બિઝનેસ સૌથી વધારે ચાલી રહ્યો છે. તો એવામાં અમે તમને જણાવી દઈએ કે પોતાના અંગત જીવનમાં મુકેશ અંબાણી કેવા વ્યક્તિ છે? તમને તેમની લાઈફ થી જોડાયેલી થોડીક રસપ્રદ વાતો જણાવીશું, જે ખુબ જ રસપ્રદ છે.
મુકેશ અંબાણીનો જન્મ એક લોવર મિડલ કલાસ એટલે કે ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ મુંબઈના ભૂલેશ્વરમાં આવેલા ૨ બેડરૂમ વાળા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ યુવાનીના દિવસોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટથી મુસાફરી કરતા હતા. તેઓને પોકેટમની પણ ખુબ જ ઓછી મળતી હતી.
આપણે બધા એ પણ જાણીએ છીએ કે મુકેશ અંબાણી આઇપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક પણ છે. જો કે ઘણા ઓછા લોકોને ખબર છે કે તેઓ સ્કૂલના દિવસોમાં હોકીમાં ખૂબ રસ ધરાવતા હતા. આ કારણે તેમનો જીવ ભણતરમાં પણ ખુબ જ ઓછો હતો.
ભારતના મોટા બિઝનેસ મેન ગોદરેજ અને આનંદ મહિન્દ્રા બંને મુકેશ અંબાણીની સાથે જ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આ બંને મુકેશ અંબાનીના બેસ્ટ ફ્રેન્ડ હતા. કદાચ આ જ કારણ છે કે આ ત્રણેય આજે સારી સંગત અને વિચારધારાને કારણે જ ભારતના મોટા બિઝનેસમેનની લિસ્ટમાં આવે છે.
મુકેશ અંબાણી પાસે આજે આખી દુનિયા કરતા ખુબ જ વધારે પૈસા છે પણ હજી સુધી તેઓએ ક્યારેય પણ દારૂને હાથ પણ લગાવ્યો નથી, સાથે જ તેઓ શુદ્ધ શાકાહારી વ્યક્તિ પણ છે. મુકેશ અંબાણીનું પસંદગીનું ભોજન દાળ, રોટલી અને ભાત છે.
મુકેશ કૈલીફોર્નિયાની સ્ટેઇન્ફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ કર્યું હતું. ૧૯૮૦ માં તેઓએ એમના પિતા ધીરુભાઈ અંબાણીની પોલિસ્ટર ફિલમેન્ટ યાર્નના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં નાનું મોટું કામ કરવા માટે એ કોર્સ છોડી દીધો હતો.
અમેં તમને જણાવી દઈએ કે અંબાણીને કારનો ખુબ જ શોખ છે. સૂત્રો મુજબ તેમની પાસે કલેક્શનમાં કુલ ૧૬૮ કાર છે. એ કારમાં લાખો કરોડોની કિંમત વાળી BMW 760 LI Mercedes-Maybach Benz S660 Guard car, Aston Martin Rapide car, Rolls Royce Phantom and Bentley Continental Flying Spur car વગેરે ઘણી કાર છે.
મુકેશ ભારતના એક જ એવા બિઝનેસ મેન છે જેમની પાસે Z-કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ છે. તેઓ હંમેશા એક લો પ્રોફાઈલ મેન્ટેઇન કરીને જ રાખે છે. વધારે તેઓ સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જ જોવા મળે છે. તેઓને બ્રાન્ડેડ કપડાઓનો પણ કાંઈ ખાસ શોખ નથી.
સાઉથ મુંબઈમાં સ્થિત અંબાણી એટલાન્ટા નામનું ઘર દુનિયાની સૌથી મોંઘી રેસિડેન્ટલ મિલકત છે. આ મકાન માં ૨૭ માળ છે અને ત્યાં ૬૦૦ લોકોનો સ્ટાફ છે. મુકેશ અંબાણીને પોતાનો જન્મદિવસ ઉજવવાનો કોઈ ખાસ શોખ નથી, તેઓને ક્યારેય એમના જન્મદિવસ ઉજવવામાં રસ નથી.
તેઓ એ પોતાનો ૫૦ મો જન્મદિવસ પરિવારના દબાણમાં આવીને ઉજવ્યો હતો. એશિયાના સૌથી અમિર માણસનો ટેગ મેળવનાર મુકેશ અંબાણીના ઘરનું નામ “મુક્કુ” છે. મુકેશ અંબાણી પાસે પોતાની ખુદની કસ્ટમાઝડ વૈનીટી વેન પણ છે, જેની કિંમત ૨૫ કરોડ છે.
Leave a Reply