મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક છે, જે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. દરેક બિઝનેસમેન મુકેશ અંબાની ને જ પોતાની પ્રેરણા માને છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી જેનું નામ ફોર્બ્સ મેગેજીનની યાદીમાં પણ સામેલ છે. મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે.
આખા વિશ્વમાં તેમનો બિઝનેસ સૌથી વધારે ચાલી રહ્યો છે. તો એવામાં અમે તમને જણાવી દઈએ કે પોતાના અંગત જીવનમાં મુકેશ અંબાણી કેવા વ્યક્તિ છે? મુકેશ અંબાણી પોતે ઘણી વખત ખૂબ જ સાધારણ કપડામાં પણ જોવા મળે છે.
મુકેશ અંબાણી પોતાના કામમાં ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય તેઓ પોતાના પરિવારજનો માટે સમય જરૂરથી કાઢે છે. આજે અમે તમને મુકેશ અંબાણી ની લાઈફ સ્ટાઇલ વિશે જણાવીશું કે કેવી રીતે તે પોતાના દિવસની કરે છે. તો ચાલો જાણી લઈએ..
મુકેશ અંબાણીનો જન્મ એક લોવર મિડલ કલાસ એટલે કે ગરીબ પરિવારમાં થયો હતો. મુકેશ અંબાણી અત્યારે પોતાના પરિવારની સાથે મુંબઈમાં રહે છે. તેમના પરિવારમાં તેમની માં, પત્ની, બે દીકરા, એક વહુ અને એક પૌત્ર છે. મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે.
મુકેશ અંબાણીની ઉંમર ૬૩ વર્ષ છે, જે પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે અને ફક્ત સ્વાસ્થ્ય પૂર્ણ ભોજન નું જ સેવન કરે છે. તેઓ સવારે ૫:૩૦ વાગ્યે ઊઠી જાય છે અને સવારે વહેલા ઉઠીને યોગા અને જિમ પણ કરે છે.
કસરત કર્યા બાદ તેઓ પોતાના દિવસની શરૂઆત કરે છે. મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી ભોજન લેવાનું જ પસંદ કરે છે. વળી તેઓ કામથી બહાર જતાં પહેલાં પોતાની માં ને જરૂર મળે છે અને પોતાની માંના આશીર્વાદ લઈને જ ઘરેથી બહાર નીકળે છે.
કામમાં વ્યસ્ત રહેવાને કારણે મુકેશ અંબાણીને પોતાના પરિવારના લોકોની સાથે વધારે સમય પસાર કરવા મળતો નથી, એટલા માટે તેઓ રવિવારના દિવસે પોતાને સંપૂર્ણ રીતે ફ્રી રાખે છે. મુકેશ અંબાણી રવિવારનો દિવસ તેઓ સંપૂર્ણ રીતે પોતાના પરિવારને સમર્પિત કરે છે અને તેઓ પોતાના પરિવાર નાં લોકોની સાથે બેસીને ભોજન કરે છે.
મુકેશ અંબાણી દારૂનું સેવન પણ કરતા નથી. મુકેશ અંબાણી કોઈ પણ પાર્ટીમાં ગયા હોય, પરંતુ ક્યારેય પણ દારૂને હાથ પણ લગાવતા નથી. મુકેશ અંબાણી સમય સમય પર ઘણા ગરીબોને કે મંદિરોમાં પૈસાનું દાન કરતાં રહે છે. આવી રીતે અંબાણી પરિવારમાં સાદગીની પણ કોઈ કમી નથી.
Leave a Reply