ટીવી સીરિયલ અનુપમા લાંબા સમયથી ટીઆરપી ના લિસ્ટ પર શાસન કરી રહી છે. શોમાં આવતા અનેક ટ્વિસ્ટને લીધે પ્રેક્ષકો આ શો સાથે બંધાય ગયા છે. આ ટીવી સિરિયલમાં સમર અને નંદિનીની કેમિસ્ટ્રી ફેન્સ ને ગમી રહી છે. હવે નંદિનીની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી અનઘા ભોંસલેએ જણાવ્યું હતું કે આ બંનેના પ્રેમને કારણે શોમાં શું ટ્વીસ્ટ આવવાનો છે.
સમર અને નંદિનીનો પ્રેમ મોર્ડન લવ સ્ટોરી પર આધારિત છે. અનઘા ભોંસલે નંદિનીના પાત્રની ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે પારસ કાલનવત સમરનું પાત્ર ભજવી રહ્યા છે. અભિનેત્રી અનઘા ભોંસલે એ કહ્યું હતું કે નંદિની અને સમરના લગ્ન પછી તેમની જિંદગી બદલાઇ ગઇ છે.
અનઘા ભોસલેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હમણાં અનુપમા ટીવી સિરિયલનો મુખ્ય ધ્યેય દર્શકો ને મમતાનું મહત્વ બતાવવાનો છે, માતા કેવી રીતે તેના બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. જો આપણે સમર અને નંદિનીની વાત કરીએ, તો નંદિની તેના જીવનમાં ક્યારેય માતા નહીં બની શકે. નંદિનીની આ ખામી સમર અને તેના લગ્ન જીવનમાં ઘણા તોફાન લાવવાની છે.
અનઘાએ આગળ જણાવ્યું કે દર્શક સમર અને નંદિની ની આવનારી સગાઈ અને લગ્ન એપિસોડ્સની મજા માણી શકશે. પરંતુ બંનેના લગ્ન પછી તેમના સંબંધોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
અનુપમામાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અપૂર્વ અગ્નિહોત્રી, અલ્પના બૂચ, અરવિંદ વૈદ્ય, પારસ કાલનાવત, આશિષ મેહરોત્રા, મુસ્કન બામણે, શેખર શુક્લા, નિધિ શાહ, આંગા ભોસલે અને તસ્નિમ શેખ છે. આ શોનું નિર્માણ રાજન શાહીએ કર્યું છે.
Leave a Reply