આજકાલ અદ્રેક લોકોને યુવાન દેખાવું પસંદ હોય છે. બોલીવૂડ ના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે વૃદ્ધની ઉમર થઇ ગઈ હોવા છતાં પણ હજી સુધી યુવાન અને ખુબજ સુંદર લાગે છે. એવી જ રીતે જો આપણે આપણા શરીરને યુવાન બનાવી રાખવું હોય તો ખુબ ધ્યાન રાખવું જોઈએ.
જો શરીર ને અનુરૂપ જીવન જીવીએ તો શક્ય છે કે આપણે લાંબા સમય સુધી યુવાન રહી શકીએ.. કહેવામાં આવે છે કે, શરીરમાં કોષોનું ઓકિસડેશન અટકાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવાય તો વૃધ્ધત્વની સમસ્યાઓને દૂર રાખી શકાય છે. જો તમે પણ ઉંમર કરતા યંગ દેખાવા માગતા હોવ તો આ ચીજોનું સેવન કરવું, તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે..
મધ :- મધમાં એન્ટિઓક્સિડન્ટ ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરની કરચલીઓને રોકવામાં મદદ કરે છે. જેના કારણે તમારી ત્વચા નરમ અને જુવાન દેખાય છે.
ગ્રીન ટી :- શરીરમાં ભરાયેલો ટોક્સિક કચરો આંતરિક અવયવોને ડેમેજ કરે તો અંદરના અવયવોને ઘસારો પહોંચે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી યુરિન વાટે ઝેરી તત્વોનો તત્કાલ નિકાલ થાય છે ને એટલે લિવર, કિડની, બ્લડનું પ્યુરિફિકેશન થતું રહે છે.
ભોજનની થાળીમાં હોય ફળ અને શાકભાજી :- વધતી ઉંમરે ભોજનની થાળીમાં ફળ અને શાકભાજી શામેલ કરવી જોઈએ. તેમાં ફાઈબર તો હોય જે છે તેમજ તેમાં મિનરલ્સ અને વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે. લીલાં શાકભાજી આયર્નનો સારો સ્ત્રોત હોય છે. જેને ખાવાથી લોહી સારું બને છે અને હીમોગ્લોબીન ઠીક રહે છે. વિટામિન સી ધરાવતો આહાર, જેવા કે સંતરા, લીંબુ અને સ્ટ્રોબરીને પણ શામેલ કરવા જોઈએ.
દહીં :- જો તમે ૫૦ વર્ષની ઉંમર પછી શરીર પર પડતી કરચલીઓથી બચવા માંગો છો તો તમારા ખોરાકમાં દહીં નિયમિત હોવું જોઈએ.
તલ :- તલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં, દાંત અને નખ માટે ઉત્તમ છે. એજિંગ પ્રોસેસ અટકાવવા માટે હાડકાંનું નિયમિત પોષણ થતું રહે એ માટે આખા તલ સારા છે.
સૂર્યમુખીનાં બી :- ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે એવું વિટામિન ઈ સૂર્યમુખીના બીમાં રહેલું છે. આ બીનું તેલ નહીં, પરંતુ બીને શેકીને ખાવાથી મેક્સિમમ ફાયદો મળે છે.
અખરોટ :- અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ હોય છે જે બ્રેઇન માટે ખૂબ પોષક છે. શરીર માત્ર બહારથી જ યંગ હોય એટલું પૂરતું નથી, બ્રેઇન પણ શાર્પ, સતેજ અને સક્રિય રહે એ માટે અખરોટ ઇઝ મસ્ટ.
Leave a Reply