ગોળ હેલ્થ માટે દવા જેવું કામ કરે છે. ઘણા લોકો ને જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે. પણ તે લોકો ચોકલેટ કે પછી કોઈ મીઠાઇ ખાતા હોય છે, જે તેના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આયુર્વેદમાં એવું કહેવામા આવ્યું છે કે જ્યારે તમને મીઠું ખાવાનું મન થાય ત્યારે ગોળ નું સેવન કરવું જોઈએ.
ગોળ ખાવાથી તમારા શરીરને એન્ટીઓકિસડન્ટો, આયર્ન, પોટેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન એ અને વિટામિન બી મળે છે. કુદરતી મીઠાના નામથી ઓળખાતો આ ગોળ, તે ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો હોય છે. શરીરને અંદરથી સાફ રાખે છે અને ત્વચાને ગ્લોઇંગ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે શિયાળો આવે છે ત્યારે ગોળ આપણી સેહત માટે ખુબજ સારો હોય છે. આયુર્વેદ દ્વારા કહેવામા આવ્યું છે કે શિયાળામાં ગોળ પાવર બૂસ્ટર તરીકે કામ કરે છે. ગોળમાં શરીરને ગરમ કરવાની શક્તિ હોય છે, જેના કારણે શિયાળામાં તેને ખાવાનું કહેવામા આવે છે.
ઘણાં લોકોના શરીરનું તાપમાન અચાનક વધી જાય છે અ-ને બોડી ગરમ પણ રહે છે. ગોળનું પાણી આવા લોકો માટે ફાયદાકારક છે. તે માત્ર માનવ શરીરના તાપમાન ને નિયંત્રિત કરે છે, સાથે તેને ડિટોક્સિફાઇઝ પણ કરે છે. 10 ગ્રામ ગોળમાં 38 કેલરી હોય છે . ગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે.
ઘણી વાર ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું ખાવાનું કહે છે. જો તમને વારંવાર પેટ ની સમસ્યા રહેતી હોય તો તમારા માટે ગોળ ખુબજ સારો છે. પેટની સમસ્યા વાળા લોકો માટે ગોળ એક આસાન અને ફાયદેમંદ ઉપાય છે. ગોળ ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી તમામ સમસ્યાને હલ કરવામાં મદદ કરે છે.
શિયાળાની સીઝનમાં અથવા શરદી થવા પર ગોળનો પ્રયોગ તમારા માટે અમૃત સમાન રહશે. લોકોને ગોળ ખાવો જોઈએ. તેમાં ઘણાં વિટામિન અને મિનરલ્સ હોય છે. ગોળ તમારી પાચનશક્તિ વધારે છે, તેથી પીરિયડ્સ દરમિયાન ગોળ ખાવાથી દુખાવો ઓછો થાય છે અને શરીર ગરમ રહે છે. એટલુ જ નહીં, ગોળ ખાવાથી શરીર ની ચરબી પણ ઘટી જાય છે.
ચા અથવા દૂધ સાથે ગોળ નો ઉપયોગ કરવાથી તમને ક્યારેય પેટ ની સમસ્યા થતી નથી. ગોળ આપણી ત્વચા માટે પણ ખુબજ ફાયદા કારક છે. તે તમારી ત્વચાને સ્વસ્થ અને આકર્ષક બનાવવામાં મદદ કરે છે. ગોળ લોહી માંથી ખરાબ ઝેર દૂર કરે છે અને શરીર ને સાફ લોઈ આપે છે.
ગોળ વજન- ઘટાડવામાં પણ મદદ કરે છે. તમારી ત્વચામાં ગ્લો આવે છે, સાથે જ પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યા પણ દૂર થાય છે. પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ અથવા છોકરીઓને પેટમાં દુઃખવાની સમસ્યા ખુબ જ રહેતી હોય છે.
Leave a Reply