હિન્દૂ ધર્મમાં ઘણી એવી પરંપરા અને રીવાજ છે, જેને પ્રાચીન સમયથી લોકો અપનાવી રહ્યા છે. જયારે પણ કોઈ માંગલિક કાર્ય હોય ત્યારે એની શરૂઆત તિલક કરીને જ કરવામાં આવે છે. માથા ઉપર તિલક લગાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
પૂજા-પાઠ, તહેવાર ત્યાં સુધી કે લગ્ન અને જન્મ દિવસ જેવા આયોજનમાં પણ તિલક કરવામાં આવે છે. શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે સફેદ ચંદન, લાલ ચંદન, કંકુ, બીલીપત્ર, ભસ્મ, હળદર વગેરેથી તિલક લગાવવું શુભ ગણાય છે. પણ આજના સમયમાં મોટાભાગના લોકો કંકુથી જ તિલક કરે છે.
જોકે તમે જોયું જ હશે કે કંકુના તિલક સાથે ચોખાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે એની પાછળ કયું અને કેવું કારણ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એનું વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક મહત્વ….
ચોખા વગર અધુરી છે પૂજા :- જયારે પણ કોઈ પૂજા અને તિલક નો કાર્યક્રમ થાય છે તો ચોખા હોવા જરૂરી હોય છે. શુદ્ધતાનું પ્રતિક હોવાના કારણે આ ચોખા નો ઉપયોગ પૂજા માં અને તિલક લગાવ્યા પછી માથા પર લગાવવામાં આવે છે.
નકારાત્મક ઉર્જાનો થાય છે નાશ :- શાસ્ત્રો મુજબ, ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવતું શુદ્ધ અન્ન માનવામાં આવે છે. તેથી તિલકમાં કાચા ચોખાનો ઉપયોગ સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. જેનાથી આપણી આજુબાજુ રહેલ નકારાત્મક શક્તિ સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે.
વૈજ્ઞાનિક કારણ :- વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો માથા ઉપર બન્ને નેણની વચ્ચે જ્યાં તમે તિલક લગાવો છો એને અગ્નિચક્ર કહેવાય છે. અહીંયાથી જ આખા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. એવામાં આ જગ્યા પર તિલક લગાવવાથી ઉર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તિલકમાં ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને શુદ્ધતા અને પવિત્રતા નું પ્રતીક માનવામાં આવે છે.
ધાર્મિક મહત્વ :- શાસ્ત્રો મુજબ કહેવાય છે કે ચોખા નું મહત્વ જોવામાં આવે તો આ એક શુદ્ધ અન્ન માનવામાં આવે છે. આપણે સંકોચ વગર કોઈ પણ દેવી દેવતાઓ ને ચડાવી શકીએ છીએ, ચોખા ને અક્ષત પણ કહેવામાં આવે છે. માં લક્ષ્મી ને ચોખા ખુબ જ પ્રિય માનવામાં આવે છે. જયારે પણ માતા દેવી માટે ભોગ બનાવવામાં આવે તો ત્યારે પણ એમાં ચોખાની ખીર જ બને છે.
Leave a Reply