મોટાભાગના દુખાવા માત્ર થોડા સમય માટે કાર્યક્ષમતા ઘટાડનારા હોય છે. સામાન્ય રીતે માથું દુ:ખતું હોય ત્યારે મોટેભાગે આપણે એને ગણકારતા હોતા નથી. પરંતુ ઘણી વાર માથાનો દુ:ખાવો ઘણો પ્રત્યાઘાતી હોય છે. માથાના દુ:ખાવાને માઇગ્રેન કહે છે. આજ કાલ ની ભાગદોડ ભરી જિંદગી માં માથા નો દુખાવો
તેમાં પણ આધાશીશી ની સમસ્યા ખુબજ સામાન્ય થઈ ગઈ છે. આ સતત રહેતો દુખાવો વ્યક્તિ ને માનસિક અને શારીરિક સ્તર પર હેરાન પરેશાન કરી મૂકે છે. માથા ના દુખાવા ના કાયમી ઈલાજ માટે આહાર અને જીવનશૈલી માં ખુબજ સામાન્ય ફેરફારો કરવાથી તેમાંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.
માથાના દુખાવાની સમસ્યાનો ઘણા લોકો સામનો કરે છે. મોટાભાગે કામકાજનું પ્રેશર રહેવાથી માથાના દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. તણાવ, પૂરતી ઊંઘ ના લેવી, વધારે અવાજ, ફોન પર વધારે સુધી વાત કરવી, વધારે વિચારવું, થાક, માથામાં લોહીનો પ્રવાહ ઓછા હોવા જેવા ઘણા કારણોથી આપણે માથાના દુખાવા જેવી પરેશાનીનો સામનો કરે છે.
ઘરગથ્થુ ઉપાયો
- તુલસીના પાન ઉકાળીને તેની વરાળ લો.
- લવિંગ વાટીને રૂમાલ માં લપેટી સુંઘવું .
- ફુદીનાની પેસ્ટને માથે રાખવાથી ઠંડક મળે છે.
- આદુ અને લીંબુના રસને પાણીમાં ભેળવીને પીવું.
- શકકરિયું, ગાજર,લીલા શાભાજી, પાલક, ડ્રાય ફ્રુટ, બ્રાઉન રાઈસ, ઓમેગા ફેટી ૩ એસિડ, તાજો આહાર તથા પૂરતા પ્રમાણમાં પાણી વગેરે આધાશીશીના દુખાવામાં રાહત આપે છે.
- સમયાંતરે ઉપવાસ કરવો.
સતત માથાનો દુખાવો અને આધાશીશીના કારણો:
- તણાવ યુક્ત જીવનશૈલી2. વધુ પડતું ચા, કોફીનું સેવન
- અપૂરતી કે અનિયમિત ઊંઘ
- ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન
- વધુ પડતો તીખો-તળેલો ખોરાક
- વધુ શારીરિક શ્રમ અથવા વ્યાયામ નો અભાવ
- તીવ્ર સુગંધ, રોશની કે ધ્વનિ પ્રદૂષણમાં રહેવું
- વાતાવણમાં અચાનક થતાં ફેરફારો
- મહિલાઓમાં હોર્મોનમાં થતાં ફેરફારો
- મેનોપોઝ અને માસિક સમયે થતાં ફેરફારો
- ચીઝ, કૈફેન, ખાટા ફળો, ચોકલેટ્સ, દૂધની બનાવટો, પ્રિઝર્વવેટિવ ખોરાક વગેરે નું સેવન ટાળો.
Leave a Reply