આ સ્થળ પર ભગવાન બજરંગબલીના કહેવા પર સાથે વિરાજિત આ રહે છે માતા અંજની

હનુમાનજી અને બાલાજીના ઘણા મંદિર દેશ અને દુનિયામાં છે. તો પણ સાલાસર બાલાજી મંદિરમાં બાલાજીના દર્શન કરવા ભક્તો દુર દુરથી આવે છે. સાલાસર બાલાજી હનુમાન રાજસ્થાનના ચુરુ જીલ્લામાં સ્થિત છે. સાલાસર જગ્યાનું નામ છે. બાલાજીનું મંદિર સાલાસર કસ્બામાં સ્થિત ઠીક મધ્યમાં છે.અહી દર્શન કરવા આવવા વાળા ભક્તો માટે ઉચિત વ્યવસ્થા છે.

બાલાજીની મૂર્તિ પ્રગટ થવા પાછળ એક વાર્તા છે સાલાસરમાં રહેવા વાળા મોહનાદાસજી મહારાજ ભગવાન બાલાજીના ભક્ત હતા તેનાથી પ્રસન્ન થઇ બાલાજીએ એક વાર તેના સપનામાં દર્શન આપ્યાઅને અસોત ગામમાં મૂર્તિ સવરૂપ પ્રગટ થવાની વાત કહી ત્યાં અસોટા ગામમાં રહેવા વાળા જાટ ગીન્થાલા જયારે પોતાના ખેતરમાં હળ ખેડી રહ્યા હતા

તેને હળની ધારથી કઈક અથડાવાનો આવાજ આવ્યો અને તેને એક ગુંજતો હોય એવો અવાજ સંભળાયો.હળને ત્યાંજ રોકીને તેને ત્યાં ખોદવાનું શરુ કર્યું તો તે જગ્યાએથી બે મૂતિ નીકળી જાટ તે મૂર્તિ જોઈ રહ્યા જ હતા તેવામાં તેની પત્ની ત્યાં ખાવાનું લઈને પહોચી તેમને તેની સાડીના પલ્લુંથી તે મૂર્તિની ધૂળ હટાવી

ત્યારે ખબર પડી કે આ મૂર્તિ તો બાલાજી ભગવાનની છે.તે સમયે તે તેના પતિ માટે બાટી અને ચુરમા લઈને આવી હતી બાલાજીના પ્રગટ થવા પર પતિ પત્ની એ તેમને શ્રદ્ધાથી પ્રણામ કર્યા અને બાટી ચુરમાનો ભોગ લગાવ્યો બસ ત્યારથી જ બાલાજીને બાટી ચુરમાનો ભોગ લગાવામાં આવે છે. સવંત ૧૮૧૧ ના શ્રાવણ માસના શુક્લ પક્ષની નવમી તિથી હતી.ખેતરમાં મૂર્તિ નીકળવાની વાત પુરા ગામમાં ફેલાઈ

આ ખબર આસોટા ગામના ઠાકુરને પણ ખબર પડી અને તેજ રાતે તેના સપનામાં દર્શન દઈને કહ્યું કે મારી મૂર્તિ બળદગાડામાં રાખીને સાલાસર મોકલી દો અને સાલાસર પહોચીને ગાડું કોઈના ચલાવે,જ્યાં ગાડી અટકી જાય ત્યાં એક મૂર્તિ સ્થાપિત કરજો. બીજી બાજુ સાલાસરના મોહનદાસજીએ પણ ઠાકુરને સંદેશો મોકલીને મૂર્તિ વિશે કહ્યું

ઠાકુર આ વાતથી આશ્ચર્યમા પડી ગયા કે સાલાસર માં રહેતા મોહનદાસજીને કઈ રીતે એટલી જલ્દી આ મૂર્તિ વિશે ખબર પડી સાલાસરમાં મૂર્તિ સ્થાપનાને ઈશ્વરની ઈચ્છા સમજીને આદેશ અનુસાર મૂર્તિને બળદગાડામાં રાખીને સાલાસર મોકલવામાં આવી જ્યાં તે ગાડી ઉભી રહી આજે પણ ત્યાજ સાલાસર હનુમાનજીનું મંદિર છે.

કદાચ તે બાલાજીનું એક માત્ર એવું મંદિર છે જેમાં ભગવાન બાલાજી દાઢી અને મૂછમાં છે.મોહનદાસજી ને જયારે ભગવાને સપનામાં દર્શન આપ્યા હતા ત્યારે તે દાઢી મૂછ સાથે આજ રૂપમાં હતા. બાલાજીની બે મૂર્તિઓ હતી તેમાંથી એક તો સાલાસરમાં સ્થાપિત કરવામાં આવી બીજી મૂર્તિને ભરતગઢમાં સ્થાપિત કરવામાં આવી.

આ સ્થાન લગભગ સાલાસરથી ૨૫ કિમી દુર છે.બાલાજીના સાલાસર પહોચ્યા બાદ તેની સ્થાપના માટે અને પૂજા માટે મોહનદાસજીએ પવિત્ર અગ્નિ પ્રગટાવી તેને ધૂણી કહે છે. તે આજ સુધી પ્રજ્વલિત છે. કહે છે કે લગભગ ૩૦૦ વર્ષથી ચાલતી આ ધૂણીની રાખ ઘણા દુખોને દુર કરે છ.

બાલાજીના દર્શન કરવા આવતા ભક્ત તેની સાથે પ્રસાદ તરીકે લઇ જાય છે આજ કારણ છે. સાલાસર બાલાજીથી લગભગ ૨ કિમી દુર લક્ષ્મણ ગઢની બાજુ આવેલ છે માતા અંજનીનું મંદિર. આ મંદિર અને મૂર્તિ વિશે સ્થાનીક લીકોનું કહેવું છે કે માતા અંજની ભગવાન બજરંગબલીના કહેવા પર સાલાસર આવી છે.

બજરંગબલીએ માતાને પ્રાથના કરી કે તે તેના ભક્તોની ગૃહસ્થ જીવન સંબંધિત સમસ્યાઓ દુર કરવા તેની સાથે વિરાજિત રહે જેથી ભક્તોની બધી સમસ્યાનું નિવારણ થઇ શકે. ત્યારે બજરંગબલીની વિનંતી અને પોતાના ભક્ત પન્નાલાલની તપસ્યાથી પ્રસ્સન થઈ માં તેના તપ સ્થળ પર પ્રગટ થયા.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *