મનોકામના પૂર્ણ કરવા માટે પીપળાના વૃક્ષ પાસે હનુમાનજીનો આ મંત્ર બોલો.. થઇ જશે દરેક સંકટ દુર.

આપણા દેશમાં ધાર્મિક સ્થળો ઘણા જોવા મળે છે. આજકાલ દરેક લોકોને કોઈને કોઈ સમસ્યાઓ કે પરેશાની આવતી જ રહેતી હોય છે, ત્યારે આવી પરેશાનીઓ માંથી છુટકારો મેળવવા માટે લોકો ઘણી વાર ધાર્મિક સ્થળે જઈને શાંતિ મેળવવા ઇચ્છતા હોય છે.

પરેશાનીઓ માંથી છુટકારો મેળવવા માટે તેઓ ઘણા પ્રયત્ન પણ કરે છે, એના માટે વ્રત ઉપવાસ કરે છે, છતાં પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી તેમજ આવેલા સંકટ માંથી છુટકારો મળી શકતો નથી.  આજના સમયમાં લગભગ જ કોઈ એવો વ્યક્તિ હશે જેના જીવનમાં કોઈ સંકટ નથી.

પરેશાનીઓ દરેકના જીવનમાં હોય જ છે. આજે અમે તમને ૮ એવા હનુમાન મંત્ર જણાવવા જઈ રહ્યા છે, જેનો એક ખાસ વિધિ વિધાન થી જાપ કરવાથી તમારી દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે. આ મંત્ર નો જાપ કરવા માટે મંગળવાર ના દિવસે સવારે જલ્દી સ્નાન કરી લેવું.

પછી લાલ, પીળા અથવા નારંગી રંગના વસ્ત્ર ધારણ કરી લેવા. એ પછી હનુમનાજી ની એક નાની મૂર્તિ અથવા ફોટો તમારી સાથે પીપળાના ઝાડ પાસે લઈ જવી. અહી એક લાલ કપડું પાથરીને હનુમાનજી ને બિરાજીત કરવા. હવે એની સામે સરસવ નું તેલનો એક દીવો કરવો.

સાથે જ ૪ અગરબત્તી પણ કરવી. હવે એક પીપળા નું પાન લેવું એને એની ઉપર કેસરી રંગના સિંદૂર થી તમારી સમસ્યા લખવી. એ પછી આ પાન ને હનુમાનજી ના ચરણોમાં રાખી દેવું. એ પછી મંત્ર નો જાપ ૩ વાર કરવો. આ કુલ આઠ મંત્ર છે એટલે કે આ મંત્ર ને તમારે ૨૪ વાર મળીને જપવાના છે. જેનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે.

  • પહેલો મંત્ર: ॐ तेजसे नम:
  • બીજો મંત્ર: ॐ प्रसन्नात्मने नम:
  • ત્રીજો મંત્ર: ॐ शूराय नम:
  • ચોથો મંત્ર: ॐ शान्ताय नम:
  • પાંચમો  મંત્ર: ॐ मारुतात्मजाय नमः
  • છઠ્ઠો મંત્ર: ऊं हं हनुमते नम:
  • સાતમો મંત્ર: ॐ मारकाय नमः
  • આઠમો મંત્ર: ॐ पिंगाक्षाय नमः

મંત્રો ના જાપ પછી હનુમાનજીની આરતી કરવી. પછી હનુમાનજી ની સામે માથું ટેકીને ભૂલની માફી માંગવાની વિનંતી કરવી. પછી જે પીપળાના પાન પર તમે તમારી સમસ્યા લખી હતી તેને વૃક્ષની નીચે જમીનમાં દાટી દેવું. હવે હનુમાનજી અને અન્ય પૂજા સામગ્રી તમારી સાથે લઈને ઘરે ચાલ્યા જવું.

સાંજે ઘરે જઈને હનુમાનજી ની પૂજા કરવી. આ દિવસે હનુમાન ચાલીસા નો પણ પાઠ કરવો. આ સવારે પણ પાઠ કરી શકાય છે અથવા તો પછી સાંજે ઘરે આવીને પછી પણ હનુમાન ચાલીસા નો પાઠ કરી શકાય છે. આ દિવસે હનુમાનજી ના નામનું વ્રત પણ જરૂર કરવું. એક વાત નું ધ્યાન રાખવું કે જ્યારે વ્રત રાખ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારની નશા વાળી વસ્તુ કે કોઈ પણ પ્રકારનું નોનવેજ ના ખાવું જોઈએ. જેનાથી કોઈ ફળ મળતું નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *