છતીસગઢના આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરવાની શા માટે છે મનાઈ, જાણો…

છતીસગઢના ધમતરીથી પાંચ કિલોમીટરની દુરી પર ગામ પુરુર માં સ્થિત વગેરે શક્તિ માતા માવલીના મંદિરની અનોખી પરંપરા છે. અહિયાં મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત છે. મંદિર માન્યતા છે કે માતા ના દર્શન થી શ્રદ્ધાળુઓ ની મન્નત પૂરી થાય છે.માતા ની કૃપા પામવા માટે દુર દુર થી શ્રદ્ધાળુઓ અહિયાં પહોંચે છે.

આ નવરાત્રી માં ૧૬૬ જ્યોત જલાવાય ગઈ હતી. મંદિર ના પુજારી શ્યામલાલ સાહુ અને શિવ ઠાકુર એ બતાવ્યું કે આ માવલી માતા મંદિર વર્ષો જુનું છે.અહિયાં ના પુજારી એ જણાવ્યું હતું કે એને એક વાર સપનામાં ભૂગર્ભ થી નીકળેલી માવલી દેખાય હતી અને મા એ પુજારી ને કહ્યું કે તે હજુ સુધી કુવારી છે, એટલા માટે મારા દર્શન માટે મહિલાઓ ને આવવાની મનાઈ રાખવામાં આવે.

ત્યારથી આ મંદિર માં ખાલી પુરુષ જ દર્શન માટે પહોંચે છે. સવાર થી જ મંદિર માં ભક્તો ની લાઈન લાગી જાય છે. મન્નત પૂરી થવા પર ઘણા શ્રદ્ધાળુ ચડાવો લઈને પહોંચે છે.આ નવરાત્રી માં ૧૬૬ દીવા પ્રગટાવવા માં આવ્યા હતા.માતા માવલી ના દર્શન માટે છતીસગઢ ઉપરાંત અન્ય રાજ્યો થી પણ ભક્ત પહોંચે છે.આ મંદિર માં બગીચા નું નિર્માણ કરવામાં આવ્યું છે.

જ્યાં ગુલાબ,ગોંદા,સુરજમુખી,સેવતી ના ફૂલ આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે.મંદિર ની ચારેય બાજુ ફૂલ ની સુગંધ ફેલાય રહી છે. જેમ કે મંદિર માં મહિલાઓ નો પ્રવેશ વર્જિત હોવાની પરંપરા છે. પૂજા-અર્ચના માટે પરિસર માં એક નાનું મંદિર નું નિર્માણ કરાવ્યું છે, જ્યાં મહિલાઓ માતા ના દર્શન કરી એની મન્નત માંગે છે.

મહિલાઓ નમક,મરચા,ચોખા,દાળ,સાડી,ચુંદડી વગેરે ચડાવા ના રૂપ માં ચડાવે છે. જો એની કોઈ મન્નત હોય છે તો મંદિર ની બહાર સ્થાપિત મંદિર માં દર્શન કરી એની મન્નતો માંગે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *