આજે અમે તમને કેટલીક એવી ઈમરજન્સી એપ્લીકેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ફોનમાં રાખવાથી તમને કે ખાસ મહિલાઓને મુશ્કેલીનાં સમયમાં ખુબ જ ઉપયોગ સાબિત થઈ શકે છે.
આ એપ્લિકેશન ‘V ચેનલ’ ની મદદ દ્વારા બનાવવામાં આવી છે. આ એપ્લીકેશન માટે ફોનમાં પાવર બટનને બે વાર દબાવવાથી ઈમરજન્સી નંબર પર ઘટના સ્થળ ની સાથે દરેક એલર્ટ મોકલી દે છે.
આ ઉપરાંત આ એપ્લીકેશન દર બે મિનિટ લોકેશનનું અપડેટ આપતી રહે છે. એ સિવાય તેમાં સેફ્ટી માટેની પણ ઘણી ટિપ્સ આપવામાં આવે છે. આ એપ્લિકેશન યુઝ કરવી એકદમ ખુબ જ સરળ છે.
જેમાં માત્ર ફોન શેર કરવો કે પાવર બટન ચાર વખત દબાવવાથી મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન રજીસ્ટર્ડ નંબર્સ પર ઈમરજન્સી SOS મેસેજ કે કોલ કરે છે. ફોનની આ એપ્લિકેશન ઈન્ટરનેટ વગર અને લોક સ્ક્રીન હોય તો પણ કામ કરે છે. આ એપ તમને ચોરી, અકસ્માત અથવા કુદરતી હોનારત અંગે દરેક રિપોર્ટ કરવાની સુવિધા આપે છે.
રક્ષા :- દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ફોનમાં આ એપ્લિકેશન જરૂર હોવી જોઈએ. આ એપ્લિકેશન એક બટન દબાવવાથી જ તમારા કોન્ટેક્ટ નંબરને મેસેજ આપી દે છે. આ એપનો બીજો ફાયદો છે કે એપ્લિકેશન કામ ન કરતી હોય કે સ્વિચ્ડ ઓફ હોય તો પણ વોલ્યૂમ બટનને 3 વાર પ્રેસ કરવાથી તે એલર્ટ મોકલી શકે છે.
નિર્ભયા :- આ એપ્લિકેશન ખાસ મહિલાઓ માટે બનાવામાં આવી છે. મુશ્કેલીની સ્થિતિમાં આ એપ્લીકેશન પણ ખૂબ કામની સાબિત થઈ શકે છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ‘પ્રોટેક્ટર’ શબ્દ જોવા મળશે. જેમાં તમે અંગત વ્યક્તિના નંબર પણ સેવ કરી શકો છો.
જરૂરત સમયે ફોનનું વોલ્યૂમ બટન દબાવવા પર અથવા ત્રણ-ચાર વખત ફોનને ચેક કરવાથી પ્રોટેક્ટર નંબર પર મેસેજ થઈ જશે. આ ઉપરાંત GPS દ્વારા લોકેશન મોકલી ‘હેલ્પ મી’ મેસેજ મહત્વના નંબર પર મોકલી શકો છો. આ એપ દ્વારા વ્યક્તિ નજીકના પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી શકે છે.
સ્પોટ ઓન સેવ :- ક્યારેક એવું પણ બને કે સ્માર્ટફોન યુઝ કરવો શક્ય ન બને. એવા સમયે તમે હાથના કાંડામાં વીટેલો ‘સ્પોટ ઓન સેવ’ પટ્ટો ઉપયોગ કરી શકો છો.
આ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કર્યા પછી કાંડા પર ‘સ્પોટ ઓન સેવ’ સેફ્ટી બેન્ડ સાથે એને કનેક્ટ કરી ઈમરજન્સી નંબર સેવ કરી રાખી શકો છો અને પછી જો ફોન તમારી સાથે ન હોય તો પણ દુર્ઘટના સમયે મદદ માટે એસએમએસ મોકલી શકો છો.
Leave a Reply