જો મહાદેવના ગુસ્સાથી બચવા માંગતા હોય તો પાપોને ક્યારેય પોતાના જીવનમાં કરશો નહીં

ભવિષ્ય પુરાણ અનુસાર પૃથ્વી પર જન્મ લેનાર દરેક પ્રાણીએ તન, મન અને વચનથી કરેલા ખરાબ કાર્યોનું ફળ ભોગવવું જ પડે છે. તેમાં પણ કેટલાક કામોને મહાપાપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ખોટું બોલવું, હિંસા, અત્યાચાર, ચોરી જેવા પાપ જેવા કર્મો માટે કાયમ મનાઈ છે.પાપ કરનારને જીવનભર દુ:ખ ભોગવવું પડે છે.

મનુષ્યએ પાપ થતું હોય એવા કામ તો ન જ કરવા જોઈએ. ખોટા અને ખરાબ કામ કરવા વાળાને મહાદેવ ક્યારેય માફ નથી કરતા. પાપી જીવથી એમને નફરત છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં અમુક એવા કામ જણાવ્યા છે જે પાપમાં સામેલ થાય છે અને એમને વર્જિત કરવામાં આવ્યા છે. આ પાપોને તો મહાદેવ ક્યારેય માફ નથી કરતા.

જો મહાદેવના ગુસ્સાથી બચવા માંગતા હોય તો આ પાપોને ક્યારેય પોતાના જીવનમાં કરશો નહીં. નહીંતર સુખી જીવનને નર્કમાં બદલાતા વાર લાગશે નહીં. અમે તમને જણાવી દઈએ કે મહાદેવ જેટલા ભોળા છે એટલા જ પ્રલયકારી પણ હોય છે. દરેક મનુષ્યએ એક સુનિશ્ચિત હદમાં રહેવું જોઈએ, અને કોઈ પાપ ન કરવા જોઈએ. ચાલો હવે જણાવીએ કે એવા કયા પાપ છે જે ભગવાન શિવને પસંદ નથી અને પુરાણોમાં એમને વર્જિત માનવામાં આવ્યા છે.

માતા-પિતાને નુકશાન પહોંચાડવું અથવા એમને તકલીફ આપવી, એ પણ ભગવાન શિવની નજરમાં ક્યારેય માફ ન કરવા વાળું કામ હોય છે. આ કામ મહાપાપ ગણાય છે. આવું કરવું ઈશ્વરને દુઃખ પહોંચાડવાને સમાન સમજવામાં આવ્યું છે, જે મનુષ્યએ ક્યારેય કરવું જોઈએ નહીં. બીજાનું ધન મેળવવું અને અથવા તેને પોતાનું બનાવવાની ઈચ્છા રાખવી પણ પાપ છે. આવું કરવા વાળા વ્યક્તિ પણ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય અને અપરાધી હોય છે. માટે આપણે હંમેશા બીજાના ધનને માટી સમાન સમજવું જોઈએ.

કોઈ પણ નિર્દોષ અથવા અશક્તને કષ્ટ પહોંચાડવું, એને નુકશાન પહોંચાડવું અથવા એનું ધન લૂંટી લેવું, કે પછી એમના કોઈ કામમાં અડચણ ઉભી કરવાની યોજના બનાવવી, અથવા એવા વિચાર રાખવા વાળા વ્યક્તિ પણ શિવજીની નજરોમાં નીચા પડી જાય છે. અને એમને માફી પણ નથી મળતી.

બીજાની પત્ની અથવા પતિ પર ખરાબ નજર રાખવી, તેમજ એમને મેળવવાની ઈચ્છા રાખવી સૌથી મોટું પાપ છે. અને પુરાણોમાં એને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યુ છે. આપણે ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી પર ખરાબ નજર રાખવી જોઈએ નહીં. કારણ કે આવું ખરાબ કામ કરવા વાળા ક્યારેય સાંસારિક જીવન ભોગવી નથી શકતા અને ધનથી સંતુષ્ટ નથી રહી શકતા.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *