તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ આર્મીમેનની પત્નીને હતાશામાંથી બહાર આવવા મદદ કરી, માધવી ભીડેનો ખુલાસો…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ” માં સોનાલિકા જોશી, જે મરાઠી અભિનેત્રી માધવી ભીડે તરીકેનો રોલ કરે છે. અભિનેત્રી અન્ય એક્ટરની જેમ લોકપ્રિય છે. 45 વર્ષીય અભિનેત્રી શરૂઆતથી જ આ શોનો ભાગ રહી છે અને શોની સફળતાને પગલે ચાહકનો જોરદાર સપોર્ટ મેળવે છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેને ખુલાસો કર્યો કે કેવી રીતે આ શો દ્વારા એક આર્મીમેન ની પત્નીને લાંબા સમય સુધી તેમના પતિથી દૂર રહેવા પછી હતાશામાંથી બચવામાં મદદ મળી છે.

તે વિશે કોઈ શંકા નથી કે TMKOC વિશ્વમાં સૌથી લાંબો સમય ચાલનાર કોમેડી શો છે અને તેના ચાહકોની સંખ્યા દરેક પસાર થતા વર્ષ સાથે જ વધતી જાય છે.એક ઇન્ટરવ્યુમાં, સોનાલિકા જોશીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મદદથી આમી મેન ની વાઇફ ડિપ્રેશનમાંથી બહાર આવી હોવાના કિસ્સા વિશે ખુલાસો કર્યો.

આ શોએ 13 વર્ષ સુધી આપણા બધાનું મનોરંજન કર્યું છે અને તેણે કહ્યું હતું કે અમને આનંદ છે કે તેનાથી લોકો તેમના જીવનના અઘરા સમયમાંથી બહાર નીકળી શક્યા છે.સોનાલિકા જોશીએ કહ્યું, “ઘણી હૃદયસ્પર્શી વાતો છે ખાસ કરીને જ્યારે આર્મી મેનની પત્નીએ આવી અને અમને કહ્યું કે કેવી રીતે TMKOC એ તેમને હતાશામાંથી બહાર આવવામાં મદદ કરી છે

કારણ કે તેમના માટે તેમના પતિથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. તેઓએ અમારી સાથે શેર કર્યું છે કે શોએ અમારું મનોરંજન કર્યું છે અને તેમને અહેસાસ કરાવ્યો છે કે તેઓ અમારા પરિવારનો એક ભાગ છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *