શિયાળાની સિઝનમાં રંગબેરંગી શાકભાજીઓની સાથે જ લીલા વટાણા ખૂબ પસંદ કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે પણ એનું સેવન ફાયદાકારક છે. એમાં પ્રોટીન ફાઇબર વિટામિન્સ ફોસ્ફરસ પોટેશિયમ આયરન મેગ્નેશિયમ કોપર અને ઝીંક જેવા પોષક તત્વો મળી આવે છે. એનાથી આંખોની રોશની વધવાની સાથે દિલ મજબૂત બનાવે છે. શાકાહારી લોકોને વટાણામાંથી સારું પ્રોટીન મળે છે.
વટાણામાં વિટામીન એ અલ્ફા કૈરોટીન અને બીટા કૈરોટીનનું સારું પ્રમાણ હોય છે. જે આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ કાચા વટાણાથી આંખોની રોશની તેજ થાય છે.
રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે. લીલા વટાણા ખાવાથી યાદશક્તિ ઝડપી થાય છે. આ ઉપરાંત મગજ સંબંધી નાની નાની સમસ્યા દૂર રહે છે. એટલા માટે ડાયટમાં જરૂરથી સામેલ કરો.
એમાં રહેલું પ્રોટીન હાડકા મજબૂત બનાવે છે. આ ઉપરાંત એને ખાવાથી મસલ્સ પણ સ્ટ્રોંગ થાય છે. વજન ઘટાડવા માટે સૌથી સારો વિકલ્પ છે કે દરરોજ મુઠ્ઠી ભરીને વટાણાનું સેવન કરો. એન્ટીઓઓક્સીડેન્ટ અને વિટામીન કે નું ભરપૂર પ્રમાણ હોવાના કારણે દરરોજ કાચા વટાણાનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે.
કોઇને શાક તો કોઇને પુલાવ અલગ-અલગ અંદાજમાં દરેક લોકોને વટાણા પસંદ હોય છે. જોકે ઘણા ઓછા લોકોને ખબર છે કે વટાણા ખાવાના ખૂબ ફાયદા છે. ખાસ કરીને કાચા વટાણા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તો ચાલો જોઇએ કાચા વટાણા ખાવા સ્વાસ્થ્ય માટે કેમ ગુણકારી છે. કાચા વટાણામાં રહેલા ન્યુટ્રિએંટ્સ વજન ઓછું કરવાની સાથે હૃદય રોગમાં પણ ખૂબ ઉપયોગી છે.
લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે. એકંદરે લીલા વટાણા પાવર પેક તરીકે કામ કરે છે. તેમા રહેલા ગુણ વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વટાણામાં લો કેલરી અને લો ફેટ હોય છે. લીલા વટાણામાં હાઇ ફાઇબર હોય છે જે વજન વધવાથી રોકે છે. જો વજન ઓછુ કરવા માંગો છો તો તમારા ભોજનમાં લીલા વટાણાનો ઉપયોગ વધારે કરવો જોઇએ.
લીલા વટાણાં શરીરીમાં રહેલા આર્યન, જિંક, મેગનીઝ અને તાંબા શરીરની બિમારીઓથી બચાવે છે. વટાણામાં એન્ટીઓક્સીડેટ હોય છે. જે શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે.જેથી શરીર બિમારીઓથી મુક્ત રહી શકે. લીલા વટાણાને પીસીને દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી જ્વલન બંધ થઇ જાય છે.
લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા દેતા નથી. તેમા શરીરમાંથી ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછુ કરવાના ગુણ હોય છે અને તેના સેવનથી બલ્ડમાં કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે શરીરના ઘણી બિમારીઓ દૂર કરવામાં લીલા વટાણા મદદરૂપ બને છે. પેટના કેન્સરમાં લીલા વટાણા એક સચોટ ઔષધિ છે. એક અભ્યાસમાં માલૂમ પડ્યુ છે કે લીલા વટાણામાં રહેલા કાઉમેસ્ટ્રોલ જે કેન્સરથી લડવામાં મદદરૂપ થાય છે. સાથે જ લીલા વટાણાનું પ્રતિદિન સેવન કરવાથી પેટના કેન્સરનો ખતરો ઓછો થઇ શકે છે.
તેમા એન્ટી ઓક્સીડેંટ, ફ્લૈવાનોઇડ્સ, ફાઇટોન્યૂટિંસ, કૈરોટિન રહેવલા છે. જે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે. વટાણામાં રહેલા ફોલિક એસિડ પેટની સમસ્યાઓ દૂર કરવાની સાથે ગર્ભવતી મહિલાઓને પર્યાપ્ત પોષણ આપે છે. ગર્ભવતી મહિલાઓએ તેમના ખાવાનામાં લીલા વટાણા જરૂરથી સામેલ કરવા જોઇએ. તે સિવાય વટાણાના સેવનથી હૃદયની બિમારીઓ ઓછી થાય છે. તેમા એન્ટી-ઇન્ફલેમેટરી કમ્પાઉન્ડ હોય છે. તેમજ એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી હૃદય રોગ થવાનો ખતરો ઓછો થઇ જાય છે.
Leave a Reply