માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સરળ મંત્રનો નિયમ પૂર્વક જાપ કરવો

શુક્રવારના દિવસે લક્ષ્‍મી મા ની પૂજા કરવામાં આવે છે. શુક્રવાર એટલે કે માં લક્ષ્‍મીનો દિવસ. આ દિવસે મા લક્ષ્‍મીની વિવિધ રૂપે પૂજા કરવાથી મા લક્ષ્‍મી તેના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. જો તમે પણ મા લક્ષ્‍મીની કૃપાને તમારા ઘરમાં સ્થાયીરૂપે રાખવા માંગો છો તો તમારા માટે આ થોડા સરળ ઉપાયો છે જે તમારા માટે ફાયદામંદ સાબિત થઇ શકે છે.

ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો. જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ  હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો.

તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.  શુક્રવારે સફેદ કલરનું ફૂલ લક્ષ્‍મી મા ની મૂર્તિ સામે જરૂર થી ચઢાવો. જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા હોઉં તો સફેદ ફૂલ સાથે લક્ષ્‍મી મા ને લાલ ફૂલ પણ અર્પિત કરજો.શુક્રવારને દિવસે  સામર્થ્ય મુજબ લક્ષ્‍મી મા ને ખીર, દાડમ, પાન, સફેદ કે પીળા રંગની મીઠાઈ, માખણ, પતાશા, હલવો વગેરેનો ભોગ જરૂરથી લગાવજો.

ત્યાર બાદ એ પ્રસાદ ઘરના દરેક સદસ્યોને આપજો. જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે.  માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સરળ મંત્રનો નિયમ પૂર્વક જાપ કરવો જરૂરી છે. આ 10માંથી કોઈ પણ એક મંત્રનો જાપ સવારે, બપોરે અને રાત્રે સૂતી વખતે 108 વખત કરવો. માતા લક્ષ્‍મીની કૃપાની અવશ્ય પ્રાપ્ત થશે.

લક્ષ્‍મી મંત્ર

  • ॐ લક્ષ્‍મી નમ:
  • ॐ ધનાય નમ:
  • ॐ ધનાય નમો નમ:
  • ॐ લક્ષ્‍મી નમો નમ:
  • ॐ લક્ષ્‍મી નારાયણ નમ:
  • ॐ લક્ષ્‍મી નારાયણ નમો નમ:
  • ॐ નારાયણ નમ:
  •  ॐ લક્ષ્‍મી નારાયણ નમ:
  • ॐ પ્રાપ્તાય નમ:
  • ॐ પ્રાપ્તાય નમો નમ:

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *