જો તમારી સાથે પણ થાય આવું તો માતા લક્ષ્‍મીના પગલાં ટૂંક સમયમાં જ તમારા જીવનમાં થવાના છે.

જો કોઈના પર ધનની દેવી લક્ષ્‍મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ધન અને વૈભવની ખામી બિલકુલ પણ નથી આવતી. દરેક વ્યક્તિ આવી ઈચ્છા ધરાવે છે કે જીવનમાં તેમને ખુબજ રૂપિયા મળે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર બની રહે, આ માટે તેઓ ખુબજ મહેનત કરે છે. પરંતુ માત્ર મહેનત કરવી જ કાફી નથી

પરંતુ માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખુબજ જરૂરી છે.શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માં લક્ષ્‍મી પોતાના આગમન પહેલા અમુક સંકેતો પણ આપે છે. જો તમને પણ તમારા રોજિંદા જીવનમાં આવું કંઈક જોવા મળે તો સમજી જાવ કે માતા લક્ષ્‍મીના પગલાં ટૂંક સમયમાં જ તમારા જીવનમાં થવાના છે.

હિન્દુ ધર્મમાં ગ્રંથો અને શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને સુખ, સંપન્નતા, ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે.જ્યાં જ્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પુરાણોમાં એવી કેટલીયે કથાઓ છે જે અનુસાર જ્યારે જ્યારે દેવી લક્ષ્મી કોઇ સ્થાનનો ત્યાગ કરે છે ત્યાં અંધારૂ અને નિરાશાઓ છવાઇ જાય છે.

તેમના આગમનથી સમૃદ્ધિ આવે છે. જ્યારે દેવી લક્ષ્મી કોઇ સ્થાને વાસ કરે ત્યારે તમને શુભ સંકેત પ્રાપ્ત થવા લાગે છે. આજે આપણે આવાજ શુભ સંકેતો અંગે વાત કરીશુ.શંખ ભગવાન વિષ્ણુને ખુબજ પ્રિય વસ્તુઓમાંની એક છે. શંખ માતા લક્ષ્મીનું રૂપ છે. જો તમને શંખનો ધ્વની સંભળાય તો સમજો ઘરે માતા લક્ષ્મીનો વાસ થવાનો છે.

જલ્દી તમારા ભાગ્યના દરવાજા ખુલશે.કોઈ યાત્રા પર જવાના સમયે જો સાંપ, વાંદરો, ગાય, કૂતરો કે કોઈ પક્ષી જોવા મળે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. નારિયેલ, મોર, હંસ, ફૂલ વગેરે સવાર સવારમાં દેખાવું ખુબ શુભ માનવામાં આવે છે સાથે જ માં લક્ષ્‍મીની તમારા ઘરમાં પ્રવેશી રહી છે.સવાર સવારમાં જો તમને શેરડી દેખાય તો સમજો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે.

આ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે. જ્યાં ઘુવડ જોવા મળે ત્યાં લક્ષ્મી જરૂર જાય છે આથી આસપાસ જો ઘુવડ દેખાય તો સમજો માતા લક્ષ્મી તમારે ત્યાં વાસ કરશે.માં એ જ ઘરોમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય . સાવરણી અને માતા લક્ષ્મીનો ગાઢ સંબંધ છે. આથી જો તમે સવાર સવારમાં ઘરમાં સાફ સફાઇ કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *