જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ એક સરળ ઉપાય

આજ સુધી તમે નહીં જાણ્યું હોય કે લક્ષ્‍મી કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક સરળ ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવાયો છે. આ ઉપાય છે કેટલાક ‘નમસ્કાર મંત્ર’. આ મંત્રો માંથી કોઈ પણ એકનો જાપ નિયમિત કરવાથી ધન લાભ અવશ્ય થાય છે.. ધન મેળવવા માટે લોકોએ દરેક વિધીને અપનાવે છે.

અહી જાણો ઉપાય, જેનાથી લક્ષ્મી કૃપા મળી શકે છે.. ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેણે આ ઉપાય કરવો જોઈએ. ઘરની અંદર અને બહાર સાફ-સફાઈનું પુર્ણ ધ્યાન રાખો. ઉપાય કરતા પહેલા સ્ત્રીએ ખુદના પણ નિત્ય કર્મોથી પરવારીને પવિત્ર થઈ જવુ જોઈએ. ત્યારબાદ ઘરના મુખ્ય દ્વાર પર રોજ તાંબાના લોટાથી જળ છાંટવુ જોઈએ.

જળમાં તુલસીના પાન નાખો અને આ પાન દ્વારા જ દરવાજા પર પાણીના ટીપા નાખો.દ્વાર પર પાણી છાંટતી વખતે મહાલક્ષ્મીના મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે મંત્ર જાપ ન કરી શકતા હોય તો ઈષ્ટદેવનુ ધ્યાન કરો.

મંત્ર

 1. ૐ મહાલક્ષ્મયૈ નમ:
 2. ૐ શ્રી શ્રિયૈ નમ:

આ ઉપાય સાથે જ મહાલક્ષ્મીની પૂજા કરો.પૂજનમાં લક્ષ્મીને કમળનુ ફુલ, ચંદન, કેસર, પીળા વસ્ત્ર, અત્તર અને મીઠાઈ અર્પિત કરો.પૂજન પછી ઘરમાં કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર બેસીને અહી આપેલ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ 108વાર કરો. મંત્ર જાપ માટે કમળકાકડીની માળાનો ઉપયોગ કરો.દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્‍મી માતા પ્રસન્ન થશે. માતા લક્ષ્‍મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.

અન્ય લક્ષ્‍મી મંત્ર

 • ॐ ધનાય નમ:
 • ॐ ધનાય નમો નમ:
 • ॐ લક્ષ્‍મી નમ:

 

 • ॐ લક્ષ્‍મી નમો નમ:
 • ॐ લક્ષ્‍મી નારાયણ નમ:
 • ॐ લક્ષ્‍મી નારાયણ નમ:
 • ॐ લક્ષ્‍મી નારાયણ નમો નમ:

 

 • ॐ નારાયણ નમ:
 • ॐ પ્રાપ્તાય નમ:
 • ॐ પ્રાપ્તાય નમો નમ:

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *