આ મંદિરમાં સવારે અને સાંજે આરતી પછી આ રીતે પરિક્રમા કરવાથી લકવાની બીમારી દૂર થાય છે

રાજસ્થાન રાજા રજવાડાઓનું રાજ્ય છે. આ રાજ્યની અંદર અનેક રાજાઓએ પોતાના રાજ્ય પ્રસ્થાપિત કર્યા હતા અને દરેક રાજાએ પોતાના સમય દરમ્યાન અનેક મંદિરો બનાવ્યા હતા. આમાંના ઘણા મંદિરો એવા છે કે જે વર્ષોથી ખુબ જ પ્રખ્યાત છે.અહીના ઘણા ચમત્કારિક મંદિરો એવા છે કે જેના ચમત્કાર સાંભળીને આજે પણ માણસો દંગ રહી જાય છે.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જ એક રાજસ્થાનના મંદિરની કે જ્યાં થાય છે લકવાનો ઈલાજ. રાજસ્થાનમાં નાગોર જિલ્લામાં કૂચેરા કસબો આવેલ છે.આ કસ્બા ની બાજુમાં એક બુટાટી નામનું ગામ આવેલું છે. આ ગામના લોકો તે ગામમાં આવેલ મંદિરમાં ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી પૂજા અર્ચન કરે છે.

અહીં આવેલું આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે અને આ મંદિર પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે.આજથી પાંચસો વર્ષ જૂનું આ મંદિરમાં 500 વર્ષ પહેલા ચતુરદાસ નામના એક સંત રહેતા હતા તે સંતે પોતાની તપસ્યા દ્વારા અમુક એવી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરી હતી કે જેના દ્વારા તે લોકોના દુઃખો હરી લેતા હતા.

તે સમય દરમ્યાન કોઈપણ દુઃખી વ્યક્તિ કે દર્દ વાળું વ્યક્તિ તેની પાસે જતું કે તરત જ સંત પોતાની અલૌકિક શક્તિથી તેને ઠીક કરી દેતા હતા.ધીમે ધીમે તેના કસ્બા અને આસપાસના રાજ્યોમાં આ મંદિરની ખ્યાતિ ધીમે-ધીમે ફેલાવા માંડી. પરંતુ જ્યારે આ સંતે તે જગ્યા પર પોતાનો અંતિમ શ્વાસ લીધો ત્યારબાદ તે ગામના લોકોએ તે સંતની એક સમાધિ આ મંદિરમાં બનાવી દીધી.

આ સમાધિ બનાવવા પાછળનું કારણ એવું હતું કે લોકોને વિશ્વાસ હતો કે તે પોતાના મૃત્યુ પછી પણ લોકોની સેવા કરશે અને લોકોની આ માન્યતા સાચી પડી. કેમકે આજે હજી પણ કોઈ ભક્ત સાચા હૃદયથી તેની આ સમાધિ પાસે જઈ અને તેની સમાધિ ના સાત ફેરા ફરે છે તે વ્યક્તિના દરેક રોગો દૂર થાય છે.

રાજસ્થાનના આ મંદિરમાં વૈશાખ. ભાદરવો અને આસો મહિનાની અંદર ખૂબ મોટા મેળાઓ ભરાય છે. અને આખા દેશમાંથી લોકો અહીંયા પોતાના દુઃખોને દૂર કરવા માટે આવે છે. એવી માન્યતા છે કે વર્ષો પહેલાં આ મંદિરની આસપાસના વિસ્તારમાં લકવો એટલે કે પેરાલીસીસનો ખૂબ ત્રાસ હતો

આસપાસના વિસ્તારમાં કોઈ એવો મોટો વૈદ ન હતો કે જે લોકોની આ સમસ્યાને દૂર કરી શકે. આથી આ સંત મહા દાસ સાધના અને ઉપાસના કરીને એવી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી કે જેથી તે લોકોને આ સમસ્યાઓને દૂર કરી શકે.આથી તે સમયે પેરાલીસીસ વાળા લોકો માટે આ મંદિર એક સાક્ષાત વૈદ્યના ઘર જેવું માનવામાં આવતું હતું.

અહીં આજે પણ લકવાથી પીડિત લોકો પોતાની આ બિમારીમાંથી છૂટકારો મેળવવા માટે પૂરી શ્રદ્ધાથી આ સમાધિ પાસે આવે છે.આ મંદિરમાં સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે. સવારની આરતી દરમ્યાન મંદિરની અંદર અને આરતી બાદ મંદિરની બહાર આ સમાધિની પરિક્રમા કરવાના કારણે લોકોની લખવાની બીમારી દૂર થાય છે. આજે પણ આ મંદિરમાં એવા લાખો લોકો ઠીક થઈને જાય છે કે જેનું કોઈ અંગ કામ ન કરતું હોય.

આમ રાજસ્થાનના એક નાના એવા ગામની અંદર આવેલું આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અને દેશ-વિદેશમાંથી લાખો લોકો પોતાના કામ ન કરતા અંગોને ઠીક કરવા માટેની પ્રાર્થના લઈને આ મંદિરમાં આવે છે. અને આ મંદિરમાં રહેલી તેની શ્રદ્ધાને કારણે તે પોતે એકદમ સાજાસારા થઈને પાછા જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *