લગ્ન કર્યા બાદ બન્ને ના જીવન માં અનેક બદલાવ આવતા હોય છે. લગ્ન પછી છોકરીઓને પોતાની ઘણી જૂની આદતો છોડવી પડે છે. અને નવી આદતો અપનાવવી પડે છે. પરંતુ સૌથી વધારે બદલાવ સ્ત્રીના જીવનમાં આવે છે. કેમ કે તેણે આખી એક નવી સામાજિક વ્યવસ્થામાં પોતાને તબદીલ કરવાની હોય છે.આ કારણો સર સૌથી વધારે બદલાવ સ્ત્રીમાં લગ્ન પછી આવતા હોય છે.
લગ્ન બાદ મહિલાઓ માં ઘણા ટેન્શન ઓછા થઈ જતા હોય છે અને તેમનું જીવન પણ ઘણું આરામ દાયક બની જતું હોય છે. આ ઉપરાંત તેમની ખાવા પીવાની આદતો પણ જાડાપણામા એટલુ કામ કરે છે. આમ દરેક મહિલાઓ ના જીવનમાં લગ્ન પછી ઘણા બધા બદલાવ આવે છે જેમાંથી દરેક મહિલા એક વાર જરૂર પસાર થાય છે.
હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વે માં મહિલાઓ ને લઈને ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ૧૮ થી ૩૦ વર્ષની ૨૦૦ મહિલાઓ લઈને કરવામાં આવેલ સર્વે મુજબ જે મહિલાઓ બાકી મહિલાઓની તુલનામાં જાડી હોય છે તેને બાળકોને જન્મ આપવામાં ખુબ સરળતા રહે છે. લગ્ન પછી ક્યાં પ્રકારના શારીરિક અને માનસિક બદલાવ આવે છે તેનું તારણ કાઢવામાં આવ્યું, તો ચાલો જાણીએ.
તણાવ : લગ્ન પછી ઘણી સ્ત્રીઓને નવા માહોલમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. જેનાથી તેનો સ્ટ્રેસ વધે છે અને એના હિસાબે સ્ત્રીઓનું જમવાનું વધી જાય છે. જેના હિસાબે ચરબી પણ વધે છે. અને શરીર જાડું થાય છે.
ખાવામાં ફેરફાર : લગ્ન પહેલા ઘણી સ્ત્રીઓ ડાયેટ કરતી હોય છે કારણ કે તેને પોતાના શરીરનું ધ્યાન રાખવાની ટેવ હોય છે. પરંતુ લગ્ન પછી શરુઆત માં લોકો એમ વીચારે છે કે થોડા સમય પછી ડાયેટ શરુ કરીશુ પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં એ શક્ય થતુ નથી અને ડાયેટ માં ફેરફાર થવાને લીધે શરીર વધવા લાગે છે.
ત્વચામાં ચમક આવવી : લગ્ન પછી છોકરીઓમાં નવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જેના કારણે ત્વચા એકદમ મુલાયમ બની જાય છે, ગ્લોઇન્ગ અને હેલ્દી ત્વચા બની જાય છે. તેથી જ લગ્ન પછી છોકરીઓની સુંદરતા માં વધારો થાય છે અને તેમની ત્વચા ચમકદાર બની જાય છે.
Leave a Reply