ચમકી જશે તમારી કિસ્મત અને થશે પૈસાનો વરસાદ, બસ કરો માત્ર આટલું કામ

આજ ના સમય માં લોકોના ઘરમાં ગાર્ડન હોય કે ન હોય પરંતુ ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાનું તો બધા પસંદ કરે જ છે. તેનાથી ઘર ડેકોરેટ પણ થાય છે અને સાથે જ કેટલાક છોડ વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ લગાડવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. તેમજ તાજગી પણ મળી આવે છે. 

ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં એટલી વધારે જગ્યા પણ નથી રોકતુ જેનાથી ઘર નાનુ હોય કે મોટુ કોઈ પણ ઘર માં છોડ લગાડી શકે છે. ઘણી વાર ઘણી મહેનત કરીએ છતાં પણ આપણને સફળતા મળતી નથી. અને ક્યારેક કામની યોગ્ય કિંમત, પગાર કે આર્થિક પ્રગતિ પણ મળતી નથી.

જો આપણે વાસ્તુ અને ફેંગ શુઇ પ્રમાણે કરેલી કેટલીક બાબતોને આપણા જીવનમાં અપનાવશું, તો કદાચ આર્થિક પરીશ્થીતી અને જીવનમાં ફેલાતી નકારાત્મક ઉર્જા ને દૂર કરવામાં મદદ મળશે. તો ચાલો જાણીએ એવા કેટલાક છોડ વિશે જેને તમે તમારા ઘરે રાખીને આર્થિક સમૃદ્ધિ અને ખુશ હાલી મેળવી શકો છો.

મની પ્લાન્ટ :- મની પ્લાન્ટ ધનનુ પ્રતિક છે આ વાત તો ઘણા લોકો જાણતા હશે. પરંતુ આ પ્લાન્ટને કઈ દિશામાં લગાડવાથી કયો ફાયદો થશે તે લોકોને ખબર નથી. એટલે જ પ્લાન્ટને ઘરમાં યોગ્ય દિશામાં લગાડવાથી આર્થિક સમૃદ્ધિ મળે છે.. ઘરની સાઉથ ઇસ્ટ દિશા માં મની પ્લાન્ટ લગાવવાથી તમને ધન સાથે જોડાયેલા ઘણા લાભ મળે છે.

મની પ્લાન્ટ ક્યારેય પણ ઘરના ઉત્તર પુર્વ ખુણામાં ન લગાવવા જોઇએ. આ પ્લાન્ટને ઘરની બહાર પણ ન લગાવવા જોઈએ. મની પ્લાન્ટ લગાડવાથી પોઝિટીવ એનર્જી પણ મળે છે. પરંતુ જો ઘરની બહાર લગાડવામાં આવે તો બહારની નેગેટીવ ઉર્જા પણ અંદર આવે છે.

સ્નેક પ્લાન્ટ :- સ્નેક પ્લાન્ટના પાન લાંબા, તીણા અને લીલા હોય છે. આ છોડને લગાડવાના ઘણા ફાયદાઓ છે. તે આર્થિક સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે તેમજ ઘરની અંદરની હવાને શુદ્ધ પણ કરે છે, જો તમે બિઝનેસ કરતા હોય તો તમારે આ છોડ જરૂરથી લગાડવો જોઈએ. આ પ્લાન્ટ વ્યવસાયના વિકાસમાં પણ મદદ કરે છે.

આ એક એવો છોડ છે કે જે વધારે ઓક્સિજન આપે છે. આ છોડ લગાડવાથી ઉંઘ ન આવતી હોય તેને ઊંઘ પણ સારી આવે છે. ઘરની સાઉથ ઇસ્ટ દિશામાં પ્લાન્ટ લગાવવાથી યોગ્ય ફાયદા મળે છે. આ છોડ લગાડવાથી પોઝિટીવ એનર્જી પણ મળે છે.

જેડ પ્લાન્ટ :- જેડ પ્લાન્ટને સમૃદ્ધિ, સફળતા અને સૌભાગ્ય નું પ્રતિક માનવામાં આવે છે. આ છોડને મુખ્ય રીતે ઘરના પ્રવેશદ્વારની પાસે લગાડવું જોઈએ. આ છોડના પાનનો આકાર અંડાકાર હોય છે. આ છોડને ઘરમાં લગાવવાથી માનસિક બીમારીઓ પણ દૂર થાય છે.

એક અભ્યાસ મુજબ ઘરમાં લગાવવામાં આવેલા આ પ્રકારના છોડથી બ્લડપ્રેશર કંટ્રોલમાં આવે છે અને હાર્ટની હેલ્થ પણ સારી બની રહે છે. રિસર્ચ અનુસાર ઘરની અંદર લાગેલા આ છોડથી સંબંધોમાં મીઠાશ વધે છે. છોડમાં લાગેલા સફેદ રંગના ફૂલ જોનારાના મનમાં સકારાત્મકતા અને પ્રેમ ભાવના બનાવે છે.

લકી બામ્બુ પ્લાન્ટ :- આ પ્રકારના બામ્બુ પ્લાન્ટને ફેંગશુઈમાં ખૂબ જ શુભ મનાય છે. તેથી જ તે ગિફ્ટ આપવા માટે ખૂબ જ લોકપ્રિય છોડ છે. જોકે આ પ્લાન્ટ થોડા સમયમાં એ પીળુ પડવા લાગે છે અથવા તો એનો ગ્રોથ અટકી જાય છે. બામ્બુ પ્લાન્ટ સરસ ગ્રો થાય એ માટે તમારે થોડી ટિપ્સ ધ્યાનમાં રાખવી પાડે છે.

પુરતા પ્રમાણમાં પ્રકાશ અને પીવાનું પાણી વારંવાર આ પ્લાન્ટને આપવાથી તે ખૂબ સરસ રીતે વધશે અને એ પીળુ પણ નહિં પડે. જો આ પ્લાન્ટ સુકાઈ જાય તો તેને દુર્ભાગ્ય નું પ્રતિક તરીકે ગણવામાં આવે છે. આ પ્લાન્ટને પુર્વ અને દક્ષિણ-પુર્વમાં લગાવવા માં આવે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *