કુતરા ને યમદૂત અથવા તો ખરાબ કે બુરી આત્મા આવવાની સાથે જ અગાવ જ સંકેત મળી જતા હોય છે, જાણો કઈ રીતે

કુતરો માનવીને દુષ્ટ આત્માઓ થી રક્ષણ આપે છે. તો ચાલો આજ ના આ આર્ટીકલ માં આપણે જાણી લઈએ કે કેવી રીતે અને ક્યાં કારણોસર આવું માનવામાં આવે છે.જો વાત કરવામાં આવે આપણા શાસ્ત્રો ની તો તેમાં શકુન શાસ્ત્રો પ્રમાણે કુતરા ને એક રત્ન માનવામા આવે છે કારણ કે તે મનુષ્ય ને સૌથી વધુ વિશ્વાસુ, ભવિષ્યવક્તા અને પોતાના કાર્યોથી શુભ અશુભ ના સંકેત આપે છે.

ઘણી વખત એવું પણ બને છે કે ઘણા ઘરો માં કૂતરો વધુ સમય સુધી જીવતો રહેતો નથી. શાસ્ત્રો અનુસાર, તે આપણી ઉપર આવતી તમામ મુશ્કેલીઓ ને પોતાના ઉપર લઇ લે છે, તેથી જ અમુક ઘરો મા તે વધુ સમય જીવિત નથી રહી શકતો.આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે કૂતરાને ભવિષ્યમાં થનાર દુર્ઘટના વિશે પણ જાણકારી મળી જતી હોય છે

કૂતરા ના રુદન ને મોત ની નિશાની પણ માનવામાં આવે છે. આ સાથે જ કુતરા ઘરની રક્ષા તો કરે જ છે તેની સાથોસાથ જે પરિવાર તેને દિલ થી સાચવે છે તેવા ઘરમાં કુતરો રાખવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને ખુશ કરવા માટે ઘરમાં કાળા કૂતરો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જે લોકો કાળા કૂતરાને ખવડાવે છે તેમના થી શનિ મહારાજ પણ પ્રસન્ન થાય છે. શાસ્ત્રો અનુસાર કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવાથી શનિની સાથોસાથ રાહુ-કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે અને કાલસર્પ યોગથી પીડિત લોકોને પણ રાહત મળે છે. આ સિવાય પિતૃ શાંતિ માટે, કૂતરાઓ ને મીઠી રોટલી ખવડાવવી જોઈએ

જો તમે દરરોજ કૂતરા ને રોટલી ખવડાવો છો તો તમારી તમામ પ્રકાર ની સમસ્યાઓ પણ દૂર થાય છે.મોટેભાગે તમે ઘણા વ્યક્તિઓ તેમજ આપણા વડીલો પાસે થી પણ સાંભળ્યું હશે કે પહેલા ના સમય મા કોઇપણ સ્ત્રી જયારે રોટલી બનાવતી તો તેમાં પહેલી રોટલી ગાય ની હોય અને છેલ્લી રોટલી કુતરા માટે બનાવવા માં આવતી હતી.

આ સિવાય કૂતરો ભગવાન ભૈરવ ને પણ પ્રિય માનવામા આવે છે, કૂતરા ની સેવા કરવાથી ભૈરવનાથ ની સાથોસાથ ભગવાન ભોળાનાથ પણ પ્રસન્ન થાય છે કારણ કે કાળભૈરવ દાદા ને ભગવાન ભોળાનાથ નો જ અવતાર માનવામાં આવે છે.એવું પણ માનવામાં આવે છે કે જો કૂતરો કાળા રંગ નો છે તો પૂજા નુ મહત્વ વધી જાય છે

અને કૂતરાને ખુશ રાખવાથી તે તમારી આજુબાજુ યમદૂત ને પણ આવવા દેતો નથી. કુતરા ને યમદૂત અથવા તો કોઇપણ ખરાબ કે બુરી આત્મા આવવાની સાથે જ અગાવ જ સંકેત મળી જતા હોય છે અને તે આવી તમામ બુરી શક્તિઓ થી આપણું રક્ષણ પણ કરે છે. આ માટે જ કુતરા ને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ અને જો શક્ય હોય તો તમારે પણ કુતરો પાળવો જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *