કુંતી માતાના આ શ્રાપને લીધે સમગ્ર સ્ત્રી જાતિના પેટમાં નથી રહેતી કોઈ વાત

મહાભારત વાંચ્યું છે અથવા જોયું છે, તો તમે આ દરમિયાન ઘણા શ્રાપ વિશે જાણ્યું હશે, મહાભારતના યુદ્ધમાં સંપૂર્ણ કૌરવ વંશનો નાશ થઈ ગયો હતો. આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘણા શ્રાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ તે માત્ર વ્યક્તિ માટે એટલે કે શ્રાપિત વ્યક્તિને જ હાની પહોચાડે છે. મહાભારતમાં ઘણા એવા શ્રાપના પણ વર્ણન છે જેની અસર આજ પણ પૃથ્વી પર જોવા મળે છે.તો ચાલો જાણીએ તેવા શ્રાપ વિશે.

મહાભારત ના યુધ્ધ માં અર્જુન દ્વારા સૂર્ય પુત્ર કર્ણના મૃત્યુ બાદ જયારે કુંતી વિલાપ કરવા લાગે છે અને કહે છે કે કર્ણ કોઈ બીજું નહિ પણ પાંડવોના મોટા ભાઈ છે. તો તે સાંભળી ને યુધિષ્ઠિર ના મન માં ઘણા પ્રશ્નો આવે છે. તેના મોટા ભાઈ કર્ણ ના વધ નું ખુબજ દુઃખ થાય છે અને માતા કુંતી ને આ વાત છુપાવાના કારણે ગુસ્સો આવે છે.

તે પૂરી સ્ત્રી જાતી ને શ્રાપ આપે છે કે આવતા સમયમાં કોઈ પણ સ્ત્રી ક્યારે પણ પોતાના મનની વાતો છુપાવીને નહિ રાખી શકે તેનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. એકવાર અર્જુન દીવ્યાસ્ત્ર મેળવવા માટે સ્વર્ગલોક પહોચ્યા. અર્જુનને જોઈ ઉર્વશી નામની એક અપ્સરા તેનાથી આકર્ષિત થઇ ગઈ.

જયારે તેણે આ વાત અર્જુનને કહી તો અર્જુને તેને પોતાની માતા સમાન કહી.આ સાંભળીને જ ઉર્વશીને ગુસ્સો આવ્યો અને તેને શ્રાપ આપી દીધો કે તે એક વર્ષ સુધી નપુસક રહે. તે જ કારણથી અર્જુન કૌરવોથી છુપા રહ્યા અને અંતે પૃથ્વી પર પાપી ઓનો નાશ થઇ શક્યો.

પાંડવોના સ્વર્ગની યાત્રા પહેલા તેમણે તેમનો બધો જ રાજ પાઠ અભિમન્યુ ના પુત્ર પરીક્ષિતને આપી દીધો હતો.એક વાર તે ફરવા માટે વનમાં ગયા ત્યાં તેમને શમીક નામના ઋષિને મોન વ્રત ધારણ કરેલા જોયા. તેનું વ્રત ભંગ કરવા માટે તેણે શમીક ઋષિના ગાળામાં એક મરેલો સાપ નાખ્યો.

તે જોઈ શમીક ઋષિના શૃંગી પુત્રને ખુબ જ ક્રોધ આવ્યો પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજ થી સાત દિવસ પછી પરીક્ષિતનુ મૃત્યુ તક્ષક નાગ કરડવાથી થશે. પરીક્ષિતને વરદાન હતું કે તે જ્યાર સુધી પૃથ્વી પર હશે ત્યાર સુધી કલિયુગ પૂરી રીતે પૃથ્વી પર હાવી નહિ થઇ શકે અને તેની મૃત્યુ બાદ કલિયુગ પુરા સંસાર પર હાવી થઇ ગયો.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *