ભગવાન શિવજી ના ક્રોધનાં જ્વાળામુખી થી બચવા રાખો આ વાતનું ધ્યાન

ફક્ત ભારતમાં જ નહી આખી દુનિયામાં જ્યાં જ્યાં હિંદુઓ રહે છે, તેઓ આ પૂજા અર્ચનામાં વિશ્વાસ કરે છે.હિંદુ ધર્મ અનુસાર શિવલિંગની પૂજા કરનાર વ્યક્તિ પવિત્ર માનવામાં આવે છે,  પરંતુ હેરાન કરનારી વાત એ છે કે શિવલીંગને ફક્ત પુરુષો જ પૂજા કરી શકે છે મહિલાઓ અને કુવારી છોકરીઓ તેને સ્પર્શ કરવાની મનાઈ  છે.

આખરે શું કારણ છે તેની પાછળ?એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ખુબજ કઠોર અને પવિત્ર તપસ્યામાં લીન રહેતા હતા અને એ પણ કોઈ જંગલમાં અથવા પહાડની ટોચ પર, માનવ સભ્યતાથી ખુબજ દુરએવામાં કોઈ સ્ત્રી તો શું કોઈ પુરુષનું પણ તેની આસપાસ જવું નામુમકીન છે.

આ સમયે દેવીઓ અને અપ્સરાઓ પણ ખાસ ધ્યાન રાખતી હતી કે તેના કારણે ભગવાન શિવની તપસ્યા ભંગ ના થઇ જાય.જો એવું કઈ થઇ જાય તો ભગવાનનો ક્રોધનો જ્વાળામુખી ફાટી જાય અને જેના કારણે આવું થાય તેણે તેની સજા મળે છે. બસ ત્યારથી જ આ રીત ચાલતી આવી છે કે કોઈ પણ સ્ત્રી અને કુવારી છોકરી શિવલીંગને સ્પર્શ નથી કરી શકતી.

એવું નથી કે કુવારી છોકરીઓ ભગવાન શિવની પૂજા ના કરી શકે.પૂજા તો કરી જ શકે છે પરંતુ એકલા શિવજીની નહિ પરંતુ સાથે પાર્વતીજી પણ હોવા જોઈએ. શિવ પાર્વતીની પૂજા કરવાની અનુમતી આપેલી છે છોકરીઓને. તે ઉપરાંત ૧૬ સોમવારનું વ્રત પણ રાખે છે

છોકરીઓ પોતાનો મનપસંદ પતી મેળવવા માટે કરતી હોય છે.તેનું કારણ એ છે કે ભગવાન શિવને ઉત્તમ પતિ માનવામાં આવે છે. અને છોકરીઓ તેની પાસે તેમના જેવા પતિની માંગણી કરે છે. લિંગ પુરણ અનુસાર દરેક આદમી ભગવાન શિવનો અંશ છે અને દરેક છોકરીઓ પાર્વતીજી નો અંશ છે.તેથી છોકરીઓને શિવલીંગને સ્પર્શ કરવાની મનાઈ છે

પરંતુ તેના પર જળ ચડાવાની છૂટ છે. દિલથી તમે કોને પૂજો છો, કોનું નામ લેવાથી અને કોની સામે પોતાના દિલની વાત કરવાથી શાંતિ મળે છે,અંદર ને અંદર એક શક્તિ મળે છે, બસ એનું જ નામ લેવું જોઈએ. છેલ્લે ભગવાન એક જ છે બસ નામ અને રૂપ અલગ અલગ હોય છે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *