બર્થડે હોય કે મેરેજ, વેલેન્ટાઇન ડે હોય કે એનીવર્સરી કે પછી હોય મધર્સ કે ફાધર્સ ડે.. કોઇ પણ અવસર હોય, ગીફ્ટ પસંદ કરવામાં આવે તો કંઇક યુનિક પસંદ કરવું જોઈએ. સામાન્ય રીતે ગીફ્ટ આપવા માટે આપણી પાસે ઘણા વિકલ્પ હોય છે. ગીફટ આપીએ એટલે હંમેશા એ સાંભળવા મળે કે મહત્વ ગીફ્ટનું નહી એ પાછળની ભાવનાનું છે.
ગીફ્ટ એક એવી વસ્તુ છે જે દરેક લોકો ને લેવાની પસંદ હોય છે. જયારે કોઈ થી ખાસ મોકા પર કોઈ ઉપહાર મળે છે તો ચહેરા પર મુસ્કાન આવી જાય છે.આજે અમે તમને એવી ગીફ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સકારાત્મકતા આવતા કિસ્મત ના દરવાજા ખોલી દેશે, તો ચાલો જાણી લઈએ એ કઈ ગીફ્ટ છે જે આપવાથી સફળતા અને પ્રગતિના દરવાજા ખુલી જાય છે.
લાફીંગ બુદ્ધા જીવનમાં ખુશીઓ, સુખ અને શાંતિ નું પ્રતિક માનવામાં આવે છે. એવામાં એને તમારા નજીક ના લોકોને ગીફ્ટ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ વધે છે અને સાથે જ એને ઘર પર રાખવું પણ શુભફળદાયી હોય છે.
સાત ઘોડાઓ નું ચિત્ર ધંધા માં સફળતા અપાવે છે. જો તમે કોઈ નાની છોકરીને સફેદ સાત ઘોડાઓનો ફોટો ભેટ માં આપો છો, તો તેનાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળતા રહે છે અને અચાનક જ તમને તમારી સંપત્તિમાં વૃદ્ધી જોવા મળશે, ફેંગ શુઈના જણાવ્યા અનુસાર સાત સફેદ ઘોડાઓના ફોટા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તેનાથી તમારા જીવન ની ઘણી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.માટીની બનેલી વસ્તુ પણ કંઇક યુનિક તો લાગે જ છે અને સાથે સફળતા માટે પણ ખુબ જ સારી ગીફ્ટ માનવામાં આવે છે. કોઈને માટી માંથી બનેલી વસ્તુ કે કોઈ વસ્તુ ગીફ્ટ કરવાથી સફળતા અને પ્રગતિ ના રસ્તા ખુલે છે. જીવન સુખમય, ખુશ અને શાંતિ થી પસાર થાય છે.
ચાંદીની વસ્તુ દરેક લોકોને પસંદ આવે છે. ચાંદીથી બનાવેલી કોઈ વસ્તુ અથવા ચાંદીનો સિક્કો નાની છોકરીને ભેટ રૂપે આપવામાં આવેતો તેનાથી થોડા જ દિવસોમાં લાભ મળે છે, જો ઘર-પરિવારનો કોઈ સભ્ય કોઈ બીમારીથી લાંબા સમયથી પરેશાન રહેતા છે. અને સારવાર કર્યા પછી પણ બીમારી સારી નથી થતી અથવા પૈસાની તંગી રહે છે, તો ચાંદીથી બનાવેલી વસ્તુઓ ભેટ તરીકે જરૂર આપવી જ જોઇએ.
Leave a Reply