રામ નવમીના પવિત્ર દિવસે આ પાઠ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે

રામનવમી નો હિંદુ ધર્મનો ખૂબ જ મહત્વનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ દિવસ છે.અહીં ભગવાન શ્રીરામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે તેમનો જન્મ થયો હતો અને આ વર્ષે આ તિથિ વર્ષ ૨૦૨૧ માં એપ્રિલ મહિનાની ૨૧મી તારીખે આવી રહી છે.

રામનવમીનો તહેવાર સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.આ દિવસે ભગવાન શ્રી રામ ની પ્રાર્થના અને ઉપાસના માટે અલગ અલગ પ્રકારની તૈયારી કરવામાં આવે છે. અને ભક્તો દ્વારા ખાસ પ્રકારનાં વ્રત રાખવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે ખાસ ના હવન અને પૂજન પણ રાખવામાં આવે છે. તો ચાલો જાણીએ કે રામ નવમીના દિવસે શુભ મુહૂર્ત કયા કયા છે.

રામ નવમી ની તિથિ ની 21 એપ્રિલ 2021 ના રોજ થવાની છે. તે દિવસના બપોરે બાર વાગ્યા ને 43 મિનિટથી શરૂ થવાની છે. અને રામનવમી ની તિથિ ની સમાપ્તિ 22 એપ્રિલ 2020 ના રોજ થવાની છે. તે દિવસે બાર વાગ્યે 35 મિનિટ સુધી રામ નવમી તિથિ ની સમાપ્તિ થવાની છે. પૂજા મુહૂર્ત 11:00 ને ત્રણ મિનિટથી લઈ અને બપોરે એક વાગ્યે 36 મિનિટ સુધી તમે આ શુભ મુહુર્તમાં પૂજા કરી શકો છો.

આ શુભ મુહુર્તમાં પૂજા નો સમય ગાળો આશરે બે કલાક અને ૩૦ મિનિટ સુધી રહેવાનો છે.રામનવમીનો મધ્યાહન નો સમય આશરે બાર વાગ્યે ને 22 મિનિટ સુધી રહેવાનો છે.રામ નવમીના દિવસે સવારે વહેલો ઊઠી જવું જોઈએ. ત્યાર બાદ સ્નાન કરી અને સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ ત્યાર પછી રામ મંદિરે પૂજાના સ્થળે તમામ પ્રકારની પૂજાની સામગ્રી લઇ અને જવું જોઈએ.

ત્યાર પછી તેમની પૂજામાં તુલસીના પાન અને કમળ હોવા જોઈએ.રામ નવમી ની પૂજા શરૂ કરવામાં આવે છે. રામનવમી ની પૂજા શરુ કરતી વખતે તેમાં ભગવાનને પ્રિય ખીર અને તમામ પ્રકારના ફળનો પ્રસાદ તૈયાર કરવું હતી જે આવશ્યક છે.  પૂજા સમાપ્ત થયા બાદ સમગ્ર પરિવાર દ્વારા આરતી કર્યા પછી આજુબાજુનું રહેલા તમામ લોકોને તમારો પ્રસાદ વહેંચવાનો રહેશે.

રામ નવમીના પવિત્ર દિવસે રામાયણનો પાઠ કરવો અતિ શુભ માનવામાં આવે છે. એટલા માટે રામનવમીના પવિત્ર દિવસથી ભગવાન રામની ઉપાસના શરૂ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામની મૂર્તિને ગંગાજળથી પવિત્ર અભિષેક કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના મૂર્તિને પારણામાં ઝુલાવવામાં આવે છે.તેમના પ્રિય ભક્તો દ્વારા ભગવાન શ્રીરામની રામાયણના પાઠ કરવામાં આવે છે.

ભક્તો દ્વારા રામ રક્ષા સ્ત્રોત ના પાઠ કરવામાં આવે છે. તે ઉપરાંત આ મંદિરમાં ભગવાન શ્રી રામ ના ભજન અને કીર્તન નિયમિત રીતે કરવામાં આવે છે.ભગવાન શ્રીરામની જીવન ચરિત્ર ની છાતી તેમના રામાયણના પાઠ દ્વારા કરવામાં આવે છે. અને દરેક લોકો ભગવાન શ્રીરામના અને તેમના આરાધના વ્રત અને ઉપવાસ કરતા હોય છે.

રામનવમીનું વિશિષ્ટ મહત્વ દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતોતેથી આ દિવસને રામનવમીના દિવસ ના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. અને ભગવાન શ્રીરામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી ના દિવસે થયો હતો અને ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યાના રાજા દશરથને માતા કૌશલ્યાના પુત્રના સ્વરૂપમાં થયું હતું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *