આ દગો મળવાથી ખુબ જ દુઃખી થઇને ઉંધી દિશામાં ચાલવા લાગી નર્મદા નદી, જાણો વિગતવાર

નર્મદા નદી સાથે જોડાયેલી કેટલીક ઘટના જણાવીશું. આમ તો ભારતમાં ઘણી બધી નદીઓ છે જે આખું વર્ષ પાણી થી ભરેલી રહે છે. એવામાં ભારતની સૌથી પવિત્ર નદી ગંગા સહીત ઘણી બધી નદીઓ બંગાળની ખાડીમાં જઈને મળે છે.પરંતુ બધી નદીઓ થી અલગ નર્મદા વિરુદ્ધ દિશામાં જઈને અરબ સાગર માં જઈને મળે છે. આજે અમે નર્મદા નદીની વિરુદ્ધ દિશામાં વહેવાનું કારણ જણાવીશું. નર્મદા રાજા મૈખલની છોકરી હતી.

જયારે નર્મદા ઉમરલાયક થઇ ત્યારે રાજાએ કહ્યું કે જે કોઈ પણ રાજકુમાર નર્મદા માટે ગુલબકાવલીનું ફૂલ લઈને આવશે તેની સાથે નર્મદાના લગ્ન કરાવશે. આ ઘોષણા સાંભળી રાજા સોનભદ્ર ગુલબકાવલીનું ફૂલ લઈને આવ્યા.તેથી રાજા મૈખલે તેની સાથે પોતાની પુત્રીના લગ્ન નક્કી કરી દીધા, પરંતુ નર્મદાએ સોનભદ્રને જોયો ના હતો.

એક દિવસ નર્મદા પોતાની દાસી જુહિલા સાથે એક પત્ર રાજા સોનભદ્રને મોકલ્યો અને તેને જોવાની અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.અને એ પત્ર લઇ જતા પહેલા જુહીલાએ પોતાના માટે નર્મદાના કપડા અને ઘરેણા માંગ્ય જે નર્મદાએ દાસીને આપ્યા, જેને પહેરીને દાસી સોનભદ્રને મળવા ગઈ. રાજા સોનભદ્રએ દાસીને રાજકુમારી સમજી તેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો

અને ત્યાર પછી દાસી પરત ના આવી, અને અહી નર્મદા દાસીના ના આવવાથી ચિંતામાં હતી. તેથી તે સ્વયં સોનભદ્ર ને મળવા ગઈ અને ત્યાં જઈને તેણે જુહીલા અને સોનભદ્રને સાથે જોયા.ત્યાર બાદ નર્મદા આ દગો મળવાથી ખુબજ દુઃખી થઇ ગઈ અને ઉંધી દિશામાં ચાલવા લાગી. અને તે અરબ સાગરમાં જઈને વિલીન થઇ ગઈ, આ કારણથી નર્મદા બીજી નદીઓની સરખામણીમાં વિરુદ્ધ દિશામાં વહે છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *