જાણો કેળાંના રંગ ના આધારે તેના આયુષ્ય અને કેળાંના ફાયદાઓ વિષે

ભાગદોડ વાળા જીવન મા માનવી પોતાના સ્વાસ્થ્યનુ જોઈએ એટલો ખ્યાલ રાખી શકતો નથી. પરિણામ સ્વરૂપ તે બિમાર પડે છે. આ બિમાર પડવા નુ કારણ તેનુ અયોગ્ય ખાન પાન પણ હોઈ શકે છે. તો ચાલો આજ ના આ લેખ મા તમને એક એવા ફળ વિશે માહિતી આપીએ કે જે તમને ફાયદો કરશે.

કેળા મા ખુબ જ પ્રમાણમા વિટામી, આયર્ન તથા ફાઈબર મળી રહે છે. અમુક લોકો એવુ માને છે કે જો તે કેળા નુ સેવન કરે છે તો તેનુ શરીર વધવા લાગે છે એટલે કે તે જાડા થવા લાગે છે, પણ જો તમે યોગ્ય માત્રા મા કેળાનુ સેવન કરો અને તમારુ વર્કઆઉટ એ રીતનુ યોગ્ય હોય તો આવુ નહી થાય.

જો આપણે વાત કરીએ કેળા ના ઉત્પાદન વિશે તો તેમા ભારત દ્વિતિય ક્રમાંક ધરાવે છે. પાકા કેળાએ શ્રેષ્ઠ પૌષ્ટિક હોવા ની સાથો સાથ કેળા ના પુષ્પ, કાચા કેળા તથા તેના થડ ની અંદર ની તરફ ના ભાગ ને શાક તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે કેળા ના દરેક ભાગ નો ઉપયોગી સાબિત થાય છે.

કઈ રીતે જાણી શકાય કે કેળાથી લાભ થાય છે કે નહી : ઓસ્ટ્રેલિયા ના એક ખ્યાતનામ સ્પોર્ટ્સ ના ડાયેટીશિયન રોયન પિંટો એ આ કેળા ના ગુણતત્વો અંગે એક લેખ આપેલ હતો. જેવા એવો નિર્દેશ કરવા મા આવ્યો હતો કે જો તમારે તેનુ સેવન કરવુ જ હોય તો તમે તેના બદલાતા રંગ ના આધારે તેનુ સેવન કરવા થી તમને ખુબ જ વધારે પોષણ પ્રાપ્ત થઈ શકે છે.

જે કેળુ પીળુ રંગ નુ હોય છે એ ખુબ જ કોમળ તેમજ સ્વાદ મા વધારે મીઠું લાગે છે. આ કેળા મા શર્કરા ની માત્રા વધારે હોય છે છતા પણ તે ખુબ જ સુપાચ્ય ગણવા મા આવે છે. અને તેની સાપેક્ષ મા જો તમે લીલા રંગ નુ કેળુ લો છો કે જે કાચુ કેળુ કહેવાય છે તેનો ઉપયોગ શાક જેવી વસ્તુઓ બનાવવા મા કરવા મા આવે છે.

કેળા પર નજરે પડતા ભુરા રંગ ના ડાઘ એ માત્ર કેળા નુ આયુષ્ય જ નહી પણ એવો પણ સંદેશ આપે છે કે તેમા રહેલા સ્ટાર્ચ એ મોટા ભાગ નુ શર્કરા મા રૂપાંતર થઈ ચુક્યુ છે. કોઈ પણ કેળા પર જેટલા ભુરા રંગ ના ડાઘ જોવા મળે તેમા શર્કરા નુ પ્રમાણ તેટલુ જ વધારે હોવા નુ છે.આ કેળા પર કાળાશ ન હોવી જોઈએ

અને જો આવા નિશાન તમને નજરે ચડે તો એનો અર્થએ થાય છે કે તે ખુબ જ જલ્દી બગડી જશે. કેળુ એવુ ફળ ગણાય છે કે જે વધારે સમય ચાલતુ નથી. ફક્ત બે થી ત્રણ જ દિવસ મા તે બગડી જાય છે. અને જે કેળા ની છાલ તમને લીલા રંગ ની નજરે પડે એ કેળા પૂર્ણ રીતે પાકેલા હોતા નથી પરીણામ સ્વરૂપે તમને તેનો યોગ્ય સ્વાદ મળતો નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *