સીરિયલ કુંડળી ભાગ્ય એ ઝી ટીવીનો લોકપ્રિય શો છે, જેનું શૂટિંગ હવે લોકડાઉન પછી શરૂ થઈ ગયું છે. હવે આ સિરિયલના નવા એપિસોડ પણ દર્શકોમાં ટેલિકાસ્ટ થઈ રહ્યા છે.
સીરિયલ કુંડળી ભાગ્ય 2017 માં આવી હતી અને તે કુમકુમ ભાગ્ય પછી શરૂ કરવામાં આવી હતી. અભિ અને પ્રજ્ઞાની લવ સ્ટોરી કુમકુમ ભાગ્ય બાદ શોના પ્રેક્ષકો ને પણ પસંદ આવી રહિ છે. શોની ટીઆરપી રેટિંગ હંમેશા ટોપ 10 માં હોય છે.
તેની સ્ટોરી પ્રીતા અને તેની બહેન સૃષ્ટિની આસપાસ ફરે છે. આ શોની સ્ટોરી બે બહેનો (પ્રીતા અને સૃષ્ટિ) ની છે. જે બાળપણમાં તેની માતાથી અલગ થઈ હતી અને લાંબા સમય પછી તેની સાથે મળી હતી.
સમૃદ્ધ પંજાબી પરિવાર લુથ્રા સાથેના તેના સંબંધો પણ આ સિરિયલમાં બતાવવામાં આવ્યા છે. લુથ્રા પરિવારનો મોટો પુત્ર રૂષભ લુથ્રા સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જ્યારે તેનો નાનો ભાઈ કરણ લુથરા છે. તે દયાળુ વ્યક્તિ છે.
જો કે, તે એક પ્રખ્યાત ક્રિકેટર પણ છે. સીરીયલ ની સ્ટોરી આ બને પરિવાર વચ્ચે ચાલે છે. હાલમાં, શર્લિનની શંકા સાચી પડી કારણ કે તેણીને ખબર પડી કે પ્રીતા ગર્ભવતી નથી અને તે તેનો આનંદ છે કારણ કે હવે પરિસ્થિતિ તેના હાથમાં રહેશે.
તે કરીનાને સત્ય જણાવે છે. પહેલાં, પ્રીતા અને સરલા મા સાથે પોતાનું દુખ વહેંચવાનો પ્રયત્ન કરે છે અને છેવટે તેની ગર્ભાવસ્થા વિશેની સત્ય કબૂલે છે. તે કહે છે કે તે ક્યારેય ગર્ભવતી નહોતી અને તે ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં
અને આ દરમિયાન કરણ રૂમમાં પ્રવેશ કરે છે. આગામી એપિસોડમાં, પ્રિતા કોલ પર છે ત્યારે કરણ પ્રવેશ કરે છે અને તે બંને એકબીજાને આઘાતમાં જુએ છે. એવું લાગે છે કે કરણને પ્રીતાની પ્રેગ્નન્સી વિશે ખબર પડી ગઈ છે.
Leave a Reply