કરજમુક્ત બનવા માટે કરો ફક્ત આટલું, કોઈ પણ સમસ્યાઓનો નહિ કરવો પડે સામનો..

ઘણા લોકો કોઇને કોઇ સમસ્યાઓમાં ઘેરાયેલા રહેતા હતા. કોઇ શારીરિક કષ્ટને કારણે તો કોઇ આર્થિક સમસ્યાઓના કારણે ઘેરાયેલો રહેતો હતો. આપણા માંથી ઘણા લોકો કોઈક પ્રકારના કરજમાં અટવાઈ ગયા હોય છે. કરજ માણસની જરૂરીયાતોને તો પૂરી કરે છે, પરંતુ તેનું ભારણ જીવનના સુખને છીનવી લે છે.

દરેક વ્યક્તિએ કરજના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.કરજના  ચક્રવ્યુહમાં જે વ્યક્તિ એકવાર ફસાઈ જાય, તે વ્યક્તિ તેમાંથી જલ્દીથી મુક્ત થઈ શકતી નથી. જો કે આ જટિલ સમસ્યાને દૂર કરવા જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવાયા છે. જેને કરવાથી વ્યક્તિ કરજમુક્ત થઈ શકે છે.

કરજની સમસ્યા તેના જીવનમાં એક મોટી સમસ્યા બની જાય છે. જ્યોતિષવિદ્યાના દ્રષ્ટિકોણથી લોન વ્યક્તિગત રૂપે લેવામાં આવી હોય કે બેંક માંથી, જે વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠું ઘર અને મંગળ ગ્રહના કારણે વધુ સમસ્યાઓ ઉભી થાય છે.

જે લોકોની કુંડળીમાં જ્યારે પાપ ગ્રહો છઠ્ઠા ઘરમાં બને છે, અથવા મંગળ ખૂબ જ પીડિત હોય છે, તો જીવનમાં મોટાભાગનો સમય લોકો દેવાની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, દેવાથી મુક્ત થવા માટે અનેક પગલા સૂચવવામાં આવ્યા છે.

આ પરિણામો કરવાથી સકારાત્મક પરિણામો મળે છે. આજે અમે તમને એના નાના અને સરળ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એ સરળ ઉપાય વિશે, જેનાથી વ્યક્તિ કરજ માંથી મુક્તિ મેળવી શકે છે. કરજ માંથી મુક્તિ મેળવવા માટેના ઉપાય…

મંગળ યંત્રની સ્થાપના :- પૂજા ઘરમાં મંગળ યંત્રની સ્થાપના કરો અને મંગળ મંત્રની ત્રણ માળા જાપ કરો. આ મંત્ર છે ऊं क्राम क्रीम क्रोम स: भौमाय नम:।

કાળો દોરાનો ઉપાય :- શનિવાર કે મંગળવારના દિવસે સ્નાન કરી પોતાની લંબાઈ બરાબર એક કાળો દોરો લેવો અને તેને એક નાળિયેર પર બાંધી દેવો. આ નાળિયેરની પૂજા કરી અને કરજ મુક્તિની પ્રાર્થના કરી નદીમાં પ્રવાહિત કરી દેવું. આ ઉપાય કરવાથી કરજ મુક્તિના રસ્તા ખુલી જશે.

પીપળાના ઝાડ નીચે કરવાનો ઉપાય :- પીપળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. કર્જની ચિંતાથી તમે વધારે પરેશાન હોય તો શનિવારની સાંજે પીપળના ઝાડની નીચે લોટનો એક ચૌમુખી દીવો સરસવનુ તેલ નાખી પ્રગટાવવું.

મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરો કે તમને કર્જથી મુક્તિ અપાવે. એવુ કહેવાય છે કે શનિવારે પીપળ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. તેનાથી મનોકામના પૂરી થાય છે.

હનુમાનજીને તેલ અને સિંદુર ચડાવવું :- હનુમાનજીના ચરણોમાં મંગળવાર અને શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચડાવવું, પછી તેમાંથી થોડુ સિંદૂર પોતાના માથે લગાવો. હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરો..

હનુમાનજીની પૂજા કરવી :- કર્જથી મુક્તિ મેળવવા માટે ૨૧ શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને ૧૧ વાર હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો. જે લોકો પર ભારે-ભરખમ કરજ ચડેલું હોય તે લોકોએ પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી તમને કર્જ માંથી મુક્તિ મેળવવા ઉપરાંત તમારા વ્યવસાયમાં પણ ઘણી ઉન્નતિ થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *