બીમારીઓ સામે લડવાની શક્તિ મેળવવા માટે નિયમિત કરો આ વસ્તુનું સેવન

પલાળેલા કઠોળમાં વિભિન્ન પ્રકારના વિટામિન, પ્રોટીન, ખનીજ મળે છે. જે શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે. આવું જ એક કઠોળ છે ચણા. પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મોઈશ્ચર, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન્સ પણ મળી આવે છે.  પલાળેલા ચણા માં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફોસ્ફરસ, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. નિયમિત નાસ્તામાં 50 ગ્રામ (1 મુઠ્ઠી) ચણા રાતે પલાળી સવારે ખાવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.

આ શરીર માટે ટોનિકનું કામ કરે છે. આ સિવાય તમે ફણગાવેલાં ચણા પણ ખાઈને અઢળક ફાયદા મેળવી શકો છો. પલાળેલા ચણાથી શરીરને સૌથી વધુ પોષકતત્વો મળે છે. ચણામાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ અને ક્લોરોફિલ તથા સાથે સાથે ફોસફરસ વગેરે મિનરલ્સ હોય છે જેનાથી શરીર બીમારીઓથી દૂર રહે છે. રોજ સવારે પલાળેલા ચણા ખાવવાથી તમને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો ચાલો જાણી લઈએ પલાળેલા ચણા ખાવાના ફાયદા.

તાકાત અને એનર્જી :-  પલાળેલા ચણા એ તાકાત, શક્તિ અને એનર્જી નો સારો એવો સ્ત્રોત છે. નિયમિત રીતે ખાવા થી શરીર ની નબળાઈ દૂર થઈ જાય છે.

ડાયાબિટીસ :- જો તમે ડાયાબિટિસથી પણ પરેશાન છો તો તમે તમારા આહારમાં પલાળેલા ચણાનો સમાવેશ કરો. એક મુઠ્ઠી કાળા ચણા રાતે પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ડાયાબિટિસમાં સારૂ પરિણામ મળી શકે છે.

વજન ઘટાડે :- ચણા માં વિભિન્ન ગુણો રહેલા છે. એના સેવનથી પેટ ખૂબ જ સમય સુધી ભરેલુ રહે છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે.

તાકાત અને એનર્જી :- પલાળેલા ચણા એ તાકાત, શક્તિ અને એનર્જી નો સારો એવો સ્ત્રોત છે. નિયમિત રીતે ખાવા થી શરીર ની નબળાઈ દૂર થઈ જાય છે. લોહીને સાફ કરે ચણાએ આયર્નનો ખૂબ મોટો સ્ત્રોત છે. તે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તે બ્લડ પ્યુરિફાય પણ કરે છે. પલાળેલા ચણામાં લોહી સાફ કરવામાં મદદ મળે છે. જેનાથી સ્કીન સુંદર અને ગ્લોઇંગ જોવા મળે છે. હ્રદયને તંદુરસ્ત રાખે પલાળેલા ચણા કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે, જેના કારણે હ્રદય ને લગતી બીમારી નું જોખમ ઓછું રહે છે અને હ્રદય તંદુરસ્ત રહે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *