લગભગ કાજુ દરેક લોકોને ખુબ જ પસંદ હોય છે. કાજુને આખી દુનિયાના લોકો અલગ એકાગ રીતે ખાવાનું પસંદ કરે છે. અમુક લોકો એને ઘી માં શેકીને ખાવાનું પસંદ કરે છે. ક્યારેક શાકભાજીની ગ્રેવી તરીકે તો ક્યારેક ડેસર્ટ તરીકે, ક્યારેક નાસ્તામાં, તો ક્યારેક વાનગીઓમાં ટોપિંગ તરીકે કાજુ ખાતા હોય છે.
કાજુમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, એટલા માટે કાજુનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. એટલુ જ નહીં કાજુ માં તમને વિટામિન્સ, ખનિજો,ફ્લેવોનોઈડ્સ વગેરે જેવા ઘણા આરોગ્યપ્રદ પોષક તત્વો મળે છે. પરંતુ જો તમે કાજુ નું સેવન વધારે પ્રમાણ માં કરતા હોય તો તમારા માટે તે બિલકુલ પણ સારું હોતું નથી.
એટલા માટે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા કાજુ થી થતી ખતરનાક બીમારીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઇએ કાજુના વધારે પડતા સેવન કરવાથી કેવા પ્રકારની ગંભીર બીમારી થઇ શકે છે અને કેવા લોકોએ કાજુનું વધારે સેવન ન કરવું જોઈએ.
જરૂર કરતાં કાજુનું વધારે સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. કાજુ માં કેલરી નું પ્રમાણ વધારે જોવા મળે છે. સૂકા શેકેલા માત્ર એક કાજુ માં તમને 163 કેલરી મળે છે. ખાલી વિચારો કે જો તમે તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરો છો તો તમારી કેલરી કેટલી વધી જશે.
કાજુ નું વધારે પ્રમાણ માં સેવન કરવાથી આરોગ્યની અન્ય સમસ્યાઓ જેવી કે હાઈ કોલેસ્ટરોલ, ડાયાબિટીઝ, મેટાબોલિક સિન્ડ્રોમ, કેન્સર જેવી સમસ્યાઓ વગેરે થઈ શકે છે. લગભગ તમને ખબર નહીં હોય પરંતુ કાજુના વધુ પડતા સેવનથી પણ એલર્જી થઈ શકે છે.
એક અધ્યયન મુજબ કાજુ સંબંધિત એલર્જીનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ એલર્જી કોઈને પણ થઈ શકે છે, પરંતુ તે નાના બાળકોને વધુ અસર કરે છે. તેથી કાજુનું મર્યાદિત માત્રામાં સેવન કરવું વધુ સારું છે.
જો તમને માઇગ્રેનની સમસ્યા હોય તો કાજુનું સેવન ન કરો, આના વધુ પડતા ઉપયોગથી માથાનો દુખાવો થઈ શકે છે. જે લોકો ડાયટિંગ પર છે તેમણે ખાસકરીને કાજૂ ન ખાવા જોઈએ, કારણકે કાજૂથી ઝડપથી વજન વધે છે.
3-4 કાજુમાં લગભગ 163 કેલરિ અને અનસૈચ્યુરેટેડ ફેટ્સ હોય છે. જે લોકોએ વજન વધારવું હોય તેમને ખાસ કાજુ ખાવાની સલાહ આપવામાં આવે છે. કાજુમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. 3-4 કાજૂમાં 82.5 mg મેગ્નેશિયમ હોય છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, આર્થરાઈટિસ વગેરેની દવાઓ પર આ મેગ્નેશિયમ અસર કરી શકે છે.
Leave a Reply