કબજીયાતની સમસ્યાથી બચવા માટે આ વસ્તુથી રહેવું દૂર અને કરો આ ઉપાય

કબજિયાતને કારણે એસિડિટી, માથાનો દુખાવો, ગેસ, અનિદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. જો પેટમાં રહેલ ભોજન યોગ્ય રીતે પાચન ના થાય તો તેમાંથી શરીર ને યોગ્ય પોષણ નથી મળતું. અને તેનાથી કબજીયાતની સમસ્યા થાય છે જે ધીરે ધીરે દરેક રોગ ને આપણા શરીર માં આમંત્રણ આપે છે.

ઘણા એવા ફુડ છે જેને ખાવાથી કબજીયાતની સમસ્યા ગંભીર રૂપ લે છે. ત્યાં જ કેટલાંક એવા ફુડ પણ છે જેને ખાવાથી આ સમસ્યાનું સમાધાન પણ થઈ શકે છે. પરંતુ કદાચ તમને એ જાણકારી નહી હશે કે કઈ વસ્તુઓ કબજીયાતમાં ન ખાવી જોઈએ. જેથી માથાનો દુખાવો, પેટમાં મરોડ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓથી બચાલી શકાય છે.

કારણો :

  • ઓછુ પાણી પીવુ
  • તળેલા ભોજનનું વધુ સેવન
  • ડાયટિંગ કરવું
  • પેન કિલરનું વધુ પડતુ સેવન
  • સતત એક જગ્યા પર બેસી રહેવું
  • એક જ પ્રકારનું ભોજન 

આંતરડાની ગતિમાં નિયમિતતા, સક્રિયતા માટે, ખોરાકમાં લીલા પત્તાવાળા, રેસાવાળા શાકભાજીનું પ્રમાણ વધારવું, મેથી-પાલક-તાંદડજો-સરગવાના પાન-બથવાની ભાજીનો સમાવેશ નિયમિત અંતરાલે કરવો. ઘઉં, ચોખા, દાળ ઉપરાંત ફોતરાવાળા કઠોળ કે ઉગાડેલા કઠોળ, કચુંબર, પપૈયા-ચીકુ-કેળા જેવા ફળોનો સમાવેશ કરવો.

બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો. ખોરાકમાં દાળ, સૂપ, કઢી, રસમ જેવા પ્રવાહી ખોરાક ઉમેરવા. પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવું.દૂધથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી કેટલાંક લોકોને કબજીયાતની સમસ્યા રહે છે. દુધની વસ્તુઓમાં લેક્ટોઝ હોય છે કેટલીંક વસ્તુમાં વસાની માત્રા વધુ હોવાના કારણે કબજીયાત હોઈ શકે છે.

તો જે લોકો ને કબજિયાત ની સમસ્યા રહેટી હોય એ લોકો એ ક્યારેય પણ દુધની બનેલી વસ્તુઓ ના ખાવી જોઈએ.રાઈસ આસાનીથી પચતા નથી. સફેદ રાઈસમાં ભુરા રંગના રાઈસમાં વધુ ફાઈબર હોય છે. કબજીયાત દરમિયાન સફેદ રાઈસના સેવનથી બચવુ જોઈએ.  ભાત નું સેવન દરરોજ કરવાથી ગેસ ની સમસ્યા પણ થતી હોય છે.કૂકીઝ, પેસ્ટ્રી, કેક એવી વસ્તુઓ છે

જેને હંમેશા ખાવાનું મન થાય છે પરંતુ આ કબજીયાતની સમસ્યા વધારી દે છે. આ વસ્તુઓમાં ફાઈબર ઓછી માત્રામાં હોય છે. એવામાં ઓછી ફેટ વાળી વસ્તુનું સેવન કરવુ જોઈએ હંમેશા લાલ માંસ ખાવાથી આ તમારા આહારમાં ફાઈબરની જગ્યા લેવા લાગે છે. વધુ માત્રામાં લાલ માંસ ખાવાથી પેટ હંમેશા ભરેલુ લાગે છે.

 

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *