જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે આપણા જીવન પર ગ્રહોનો બહુ પ્રભાવ પડે છે. ગ્રહો ની બદલાતી ચાલને કારણે રોજનો દિવસ અલગ હોય છે અને આપણને ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક દિવસ બહુ સામાન્ય રીતે પસાર થાય છે. દરેક મનુષ્ય ને ખુશહાલ જીવન ની ઈચ્છા રહેતી હોય છે. વ્યક્તિ પોતાના જીવન ને ખુશીઓ થી ભરપુર કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. જેથી તેમનું ઘર-પરિવાર ખુશ રહી શકે અને ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે.
કેટલાક ઉપાય એવા છે જેને કરવાથી તમે તમારા જીવન ની બધી સમસ્યાઓ નું સમાધાન કરી શકો છો. અને તમે તમારું જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરી શકો છો. આજે અમે તમને રાશિ મુજબ અમુક ઉપાય વિશે જણાવીશું, જેનાથી જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાનો આવશે ઉકેલ..
મેષ રાશિ : મેષ રાશિના સ્વામી ગ્રહોના સેનાપતિ મંગળ છે. મેષ રાશિ ના લોકોએ દર મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ ચડાવવા જોઈએ. સાથે જ મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ.
વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકોએ શુક્રની વિશેષ પૂજા કરવી. વૃષભ રાશિના સ્વામી શુક્રને અસુરોના ગુરુ માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવવું જોઈએ.
મિથુન રાશિ : મિથુન રાશિના લોકોએ રાશિ સ્વામી બુધ ગ્રહ માટે બુધવારે વિશેષ પૂજા કરવી જોઈએ. બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ.
કર્ક રાશિ : કર્ક રાશિના સ્વામી ચંદ્રનો પ્રિય દિવસ સોમવાર છે. કર્ક રાશિના લોકોએ આ દિવસે શિવલિંગ પર પાણી અર્પણ કરવું જોઈએ. ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે દૂધ વગેરેનું દાન કરવું જોઈએ.
સિંહ રાશિ : સિંહ રાશિ ના લોકોએ સૂર્યની પૂજા કરવી. આ ગ્રહને પ્રસન્ન કરવાનો સૌથી સારો ઉપાય છે સૂર્યને તાંબાના લોટાથી રોજ પાણી અર્પણ કરવું.
કન્યા રાશિ : કન્યા રાશિના સ્વામી બુધને પ્રસન્ન કરવા માટે દર બુધવારે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવી જોઈએ. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના ગ્રહ દોષ શાંત થાય છે.
તુલા રાશિ : તુલા રાશિ ના લોકોએ શુક્ર ગ્રહની વિશેષ પૂજા કરવી. આ રાશિના સ્વામી શુક્ર છે. શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાંનું દાન કરો.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના સ્વામી મંગળને પ્રસન્ન કરવા માટે મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચેમલીનું તેલ અર્પણ કરવું જોઈએ. મંગળની પ્રિય વસ્તુ મસૂરની દાળનું દાન કરો.
ધનુ રાશિ : ધનુ રાશિ ના લોકોએ દર ગુરુવારે ગુરુ ગ્રહ માટે દાન કર્મ કરવું. આ રાશિના સ્વામી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. દર ગુરુવારે શિવલિંગ પર ચણાની દાળ, બેસનના લાડુ ચડાવો.
મકર રાશિ : આ રાશિના સ્વામી શનિ છે. મકર રાશિના લોકો શનિને પ્રસન્ન કરવા માટે દર શનિવારે તેલ, કાળી અડદ અને કાળા ધાબળાનું દાન કરો.
કુંભ રાશિ : કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. તેમને ન્યાયાધીશ કહેવામાં આવે છે. શનિને પ્રસન્ન કરવા માટે દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, અને છત્રીનું દાન કરો.
મીન રાશિ : મીન રાશિ ના લોકોએ દેવગુરુ બૃહસ્પતિની વિશેષ પૂજા કરો. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે આખી હળદર, પીળા રંગના અન્ન જેવા કે ચણાની દાળનું દાન કરો.
Leave a Reply