જીવનને સફળ અને સુખી બનાવવા માટે પતિ-પત્નીએ ખાસ ધ્યાનમાં રાખવી આ બાબતો..

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તથા જીવનને સફળ રીતે જીવવા માટે એ ખૂબ જ વિશિષ્ટ રીતે મહત્વનું છે કે પોતાના જીવનસાથી સાથે દરેક વસ્તુઓની જાણકારી શેર કરવી. ઘણા લોકો પોતાની ખાસ વાતોને પોતાના જીવનસાથી સાથે શેર કરતા હોતા નથી.

ખાસ કરીને પોતાના ભવિષ્ય તથા પોતાની ભૂતકાળના સંબંધ વિશે પોતાના જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારની ચોખવટ કરતા હોતા નથી. પરંતુ નિષ્ણાતોના મત મુજબ સફળ સંબંધ બનાવી રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાના સંબંધમાં ખૂબ જ વધારે પ્રકારે સ્પષ્ટતા લાવવી જરૂરી છે.

પતિ અને પત્નીએ એ દરેક વ્યક્તિ થી ખોટા કામો થઇ જતા હોય છે. પરંતુ તેમને સહૃદય એ સ્વીકારવા પણ એટલા જ જરૂરી છે. ખોટાં કામ કરવાથી આપણા સંબંધોમાં ખૂબ જ વધારે ખટાશ આવતી જોવા મળે છે અને તેના કારણે આપણો આપણો સંબંધ લાંબા સમય સુધી ટકી રહેતા નથી.

ખોટા કામ નું પરિણામ ખરાબ આવતું હોય છે. તે યોગ્ય અને અયોગ્ય વ્યક્તિએ પોતાની સમજણ શક્તિથી પોતાની રીતે નક્કી કરવાનું હોય છે. વ્યક્તિ કેવું કામ કરવું તેમના ઉપર તેમના આગળના સંબંધ કેવા રહેશે તે વસ્તુ પર ડીપેન્ડ કરતા હોય છે. બંને વ્યક્તિએ પોતાના જીવનમાં આગળ વધાવા માટે હંમેશા એક બીજાને સલાહ આપવી જોઈએ.

પતિ અને પત્ની એક બીજા ના શ્રેષ્ઠ સલાહકાર હોય છે. ઘણીવાર નાના વિવાદના કારણે પતિ-પત્નીમાં ઘણી વાર ઝઘડા થતા હોય છે.  ખાસ કરીને વાતચીત કરવાની ટેવ સારી ન હોય તો આવા ઝગડામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો થતો હોય છે. પતિ જો પ્રેમથી સમજાવે તો પોતાની પત્ની અને તેમને ખૂબ જ વધારે પ્રમાણમાં તિરસ્કાર કરતી હોય છે.

પરંતુ આવા નાના-મોટા ઝઘડા ઘરમાં જ સોલ્યુશન કરી લેતા હોય છે. તેમને હળવાશથી લેવું જોઈએ. જો પત્ની વધારે ગુસ્સામાં હોય તો પતિએ શાંતિથી સાંભળવું જોઈએ.  જો પતિ વધારે ગુસ્સામાં હોય તો પત્નીએ તેનું શાંતિથી સામનો કરવો જોઈએ. બંને એકબીજાને શાંતિથી દરેક વાત સમજાવી જોઈએ અને પોતાની ભૂલ હોય ત્યાં સ્વીકારી લેવું જોઈએ.

સંબંધો હંમેશા વિશ્વાસ અને ભરોસો ઉપર રહેલા હોય છે. વિવાહિત જીવનની સફળતા એકબીજા સાથે તાલમેળ હોવું ખૂબ જ જરૂરી છે. જો પતિ-પત્ની વચ્ચે કોઈપણ જાતના વાદ-વિવાદ ન થતા હોય તો જીવન અત્યંત સફળ રહેતું હોય છે. જીવનમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદની સ્થિતિ નું શાંતિપ્રિય રીતે સમાધાન થવું જોઈએ.

લગ્નજીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે પતિ-પત્ની એકબીજાની સલાહ માનવી ખૂબ જ જરૂરી હોય છે. સુખી અને ગૃહસ્થ જીવન જીવવા માટે જીવનસાથીની યોગ્ય સલાહ લેવી ખૂબ જરૂરી છે. ત્યારે જ બંને વ્યક્તિ વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છે. વ્યવહારિક જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

મોટાભાગના છૂટાછેડાના વાદવિવાદમાં એવું બનતું હોય છે કે પતિ પોતાના પત્ની ની ભૂલ દેખાતી હોય છે. પત્નીને પોતાને પતીની ભૂલ દેખાતી હોય છે. બંને પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લેતા હોય છે.  તેના કારણે વકીલ પોતાની કમાણી કરતા હોય છે. અને તેના કારણે બંને એકબીજાની ફરિયાદ કરતા હોય છે.

સવાલ પોતાની માન-સન્માન અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન લગાડી દેતા હોય છે. અને તેના કારણે તેમનો ઝઘડો આગળ જતો હોય છે. શ્રીરામ ચરિતમાનસમાં જણાવ્યા પ્રમાણે મંદોદરી એ રાવણ ને સલાહ આપી હતી કે સીતાને ભગવાન શ્રીરામને પાછી સોંપી દે, ભગવાન શ્રીરામ સ્વયં ભગવાન નો અવતાર છે.

પરંતુ  મંદોદરી એ અનેકવાર સમજાવ્યા છતાં પણ રાવણ સમજ્યો નહીં અને તેના કારણે રાવણને ભગવાન રામ સાથે યુદ્ધ થયું. તેમના પોતાના બધા જ પુત્રો તેમજ ભાઇ કુંભકર્ણ નો નાશ થયો અને તેમના પુત્રોનો નાશ થયો. આ પરથી જાણવા મળે છે કે જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે સુખ આવે કે દુઃખ આવે પતિ-પત્નીએ ક્યારેય પણ એક બીજાનો સાથ છોડવો જોઈએ નહીં.

આ બન્નેમાંથી કોઈ પણ એક વ્યક્તિ ખોટા માર્ગે જતું હોય તો તેમને સાચી સલાહ આપવી. બંને એકબીજાની સાચી સલાહ માનવી તથા તેમને જીવનમાં અનુકરણ કરવા માટે પ્રયત્ન કરવો. તો જ જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *