આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને સફળ અને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે. ચાણક્ય એક એવા ઐતિહાસિક પુરુષ છે જેની વાતો સદીઓ પસાર થઇ ગયા બાદ પણ પ્રાસંગિક બની રહેલી છે.ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે,
પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હોય ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે.ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા
જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. આચાર્ય ગુરુ ચાણક્ય એ ‘ચાણક્ય નીતિ’ નામના ગ્રંથ ની સ્થાપના કરી છે. આમાં ચાણક્ય એ સારા એવા વિચારો ને દર્શાવ્યા છે. આચાર્ય ચાણક્ય અનુસાર કેટલીક આદતો એવી છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તે ગરીબ થઇ જાય છે.
આવી આદતોથી હંમેશા દૂર રહેવુ જોઇએ.ચાણક્ય કહે છે કે પોતાના દાંતોની સફાઇ ન કરનારા વ્યક્તિથી લક્ષ્મી નારાજ થઇ જાય છે. જેના કારણે તે વ્યક્તિ ગરીબ બની જાય છે. પોતાની આસપાસ સ્વચ્છતા ન રાખનાર અને સ્વચ્છ વસ્ત્રો ન પહેરનાર લોકો પાસે પણ લક્ષ્મી નથી ટકતી.એવા વ્યક્તિ જેની પોતાની વાણી પર સંયમ નથી હોતો અને જે કઠોર વચન બોલે છે તેનાથી પણ મા લક્ષ્મી રૂઠી જાય છે.
મા લક્ષ્મી બીજાના મનને દુભાવનાર લોકો પસંદ નથી.જરૂરિયાત કરતા વધુ ભોજન કરનારા લોકો પણ દરિદ્ર બની જાય છે. તેવા વ્યક્તિ ક્યારેય સ્વસ્થ નથી રહેતા.જે વ્યક્તિ સવારથી સાંજ સૂતો રહે છે તેના પર પણ મા લક્ષ્મીની ક્યારેય કૃપા નથી રહેતી. આ પ્રકારે સૂરજ ઉગ્યા બાદ પણ જે સૂઇ રહે છે, તે પણ દરિદ્ર રહે છે.છળ-કપટ અથવા ખરાબ કામથી પૈસા કમાનાર પાસે વધુ સમય સુધી પૈસા ટકતા નથી, જલ્દી તે બરબાદ થઇ જાય છે.
Leave a Reply