અત્યારે તહેવારની સીઝન ચાલી રહી છે. તહેવારની સીજનમાં ખાવા પીવામાં ફેરફાર થવાની સાથે, ખાસ કરીને શિયાળાની સીઝનમાં મોટાભાગે લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકો તાવ, ખાંસી, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓથી અસરગ્રસ્ત થઇ જાય છે. તહેવારો પર લોકો ઘણીવાર મસાલાવાળી અને મીઠી વસ્તુઓ વધુ પડતી ખાઈ લેતા હોય છે. જે તેની સેહત પર ખરાબ અસર કરે છે.
ખાસ કરીને તહેવારની ખાણીપીણી ના કારણે એસીડીટી, સુજન અને સીર દર્દ જેવી સમસ્યા થતી હોય છે. તેમજ જરૂરત થી વધુ ખાવાનું, આલ્કોહોલનું સેવન અને વધુ પડતી કસરત પણ આ સમસ્યા સર્જી શકે છે, ત્યારે જાણી લો આ સમસ્યાના બચાવ ઉપાય.
વધુ પડતો આહાર
ઘણીવાર લોકો સ્વાદ- સ્વાદમાં વધુ પડતું ખાય લેતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ ઓવરઇટીંગને કારણે માથાનો દુખાવો, એસિડિટીની ફરિયાદ કરે છે. તેનાથી વજન વધવાની પણ સમસ્યા સર્જાઈ છે. જે પાછળથી અનેક રોગો તરફ દોરી જાય છે. ત્યારે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વધારે પાણી પીવું
દિવસ દરમિયાન લગભગ ૮-૧૦ ગ્લાસ પાણી પીવો. જેથી શરીર સારી રીતે હાઇડ્રેટેડ રહે.મસાલેદાર અને ખાંડથી ભરપુર વસ્તુઓનું સેવન ઓછું કરો. તમે તેને બદલે સુગર ફ્રી મીઠાઈઓ ખાઈ શકો છો.
ખાણીપીણી
આ મોસમમાં તેલ અને મસાલાવાળી વસ્તુઓ ખાવાથી દુર રહેવુ જોઇએ. ફેસ્ટીવલ સિઝનમાં ઘરે ગેસ્ટ આવે કે આપણે કોઇના ઘરે ગેસ્ટ બનીને જઇએ ત્યારે જમવાનુ પ્રમાણ જળવાતુ નથી અને આપણે જનરલી ફેસ્ટીવલમાં હેલ્ધી ફુડ અવોઇડ કરીએ છીએ અને કંઇ પણ ખાઇ લઇએ છીએ.
ફ્રુટ્સ. જ્યુસ, શાકભાજી અને સ્પ્રાઉટ્સનું ખુબ સેવન કરવું જોઇએ. હેલ્ધી ફુડની અસર ઓલઓવર શરીર પર અને હેલ્ધી શરીરની અસર ત્વચા પર પડે જ છે તે ન ભુલવુ જોઇએ.
મોટી માત્રામાં આલ્કોહોલનું સેવન ન કરવું
લોકો તહેવારોની ઉજવણી માટે દારૂનું સેવન પણ કરે છે. આ ખરાબ ટેવ લીવરને બગાડવાની સાથે-સાથે રોગો પણ નોતરે છે આવી સ્થિતિમાં જો તમારે આલ્કોહોલનું સેવન કરવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.
વધારે પડતી કસરત કરવાનું ટાળો
ઘણા લોકો ભારે આહાર પછી બીજા દિવસે વધારાની કસરત કરે છે. પરંતુ આ કરવાને બદલે તમારી રૂટિનને સામાન્ય રાખો. તમારી દિનચર્યા મુજબ વ્યાયામ કરો.
Leave a Reply