જમતી વખતે વાળ નીકળવો ગણાય છે પિતૃનો સંકેત… જાણો એના ઉપાય

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પિતૃ નડે છે, જેના કારણે અમારે આ કામમાં સમસ્યા આવે છે.. આપણા હિંદુ ધર્મમાં પિતૃને શ્રાદ્ધ કરવામાં આવે છે. હજી તો શ્રાદ્ધ ને ઘણા દિવસો બાકી છે. તે દિવસે દરેક લોકો એમના પિતૃની તિથી મુજબ કાગડા ને કે પંડિતો ને અન્ન આપે છે. ઘણા લોકો પંડિતો ને પોતાના ઘરે બોલાવી અને જમાડતા હોય છે અને તેને દક્ષિણા આપતા હોય છે.

શાસ્ત્રો માં એવું કહેવામા આવ્યું છે કે આવું કરવાથી આપણાં પૂર્વજો ની આત્મા ને શાંતિ મળે છે. શાસ્ત્રો માં કહેવામા આવ્યું છે કે જો હિન્દુ ધર્મ ના લોકો શ્રાદ્ધ તર્પણ ના કરે તો તેના જીવન માં ખુબજ મોટા મોટા કષ્ટો આવે છે અને તે લોકો એ ખુબજ વધારે દુખ સહન કરવું પડે છે.

એવું કહેવામા આવે છે કે શ્રાદ્ધ ના નાખવાથી ઘર ના પૂર્વજો નારાજ થઈ જાય છે અને ઘરના બધાજ વ્યક્તિઓ ઉપર ગુસ્સે થઈ જાય છે.  શ્રાદ્ધ ના નાખવાથી આપણાં પૂર્વજો ને  એવું થાય છે કે આપણે તે લોકો ને ભૂલી ગયા છે એવી નકારાત્મકતા તે લોકો ના મગજ માં આવે છે.

એટલા માટે જ હિન્દુ ધર્મ માં શ્રાદ્ધ ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું  છે. ધાર્મિક માન્યતા દ્વારા જો પૂર્વજો આપણાં ઉપર ગુસ્સે થાય તો તે આપણે થોડા ઘણા સંકેત આપે છે, તો ચાલો જાણીએ તે સંકેત વિષે જેના દ્વારા ખબર પડશે  કે  આપણાં પૂર્વજો આપણને શું કહેવા માગે છે.

ઘણી વાર આપણે જમતા હોય છે ત્યારે આપણી થાળી માં વાળ આવતા હોય છે, એવી સમસ્યા ઘણી વાર આપણી સાથે કે પછી આપણાં પરિવાર ના સભ્યો સાથે થતી હોય છે. જેને આપણે બોવ ધ્યાન માં લેતા નથી. જે આપણે કરવું જોઈએ નહીં.

જો થાળી માથી વાળ નીકળે તો તેના ઉપર વિચાર કરવો જોઈએ. તેની પાછળ નું કારણ પિતૃદોષ ગણવામાં આવે છે. આ સંકેત દ્વારા આપણાં પૂર્વજો આપણે કહેવા માગે છે કે તે આપણાં ઉપર ખુબજ ગુસ્સે છે. આ સંકેત નું તમારે ખુબજ જલ્દી નિવારણ કરવું જોઈએ નહિતર તમારા જીવન માં ખુબજ મુશ્કેલીઓ ઊભી થસે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *