સ્ટારર ટીવી શો ઇમલી પર લોકોએ ખૂબ પ્રેમ બતાવ્યો, જેઠાલાલ અને અનુપમાને મારી ટક્કર…

ટોપ 10 ટીવી શો માટે દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોતાં હોય છે. વર્ષ 2022ના 17માં અઠવાડિયાના ટોપ 10 શો માટેની લિસ્ટ સામે આવ્યું છે. આ વખરે તેમ આમ તો વધારે કાઇ ઉથલપાથલ થઈ નથી. પણ લાંબા સમય પછી ઇમલીના દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. સુબૂલ તૌકીર ખાન અને ફહમાન ખાન સ્ટારર ટીવી શો ઇમલી પર લોકોએ ખૂબ પ્રેમ બતાવ્યો છે.

 

છેલ્લા કેટલાક સમયથી આ સિરિયલમાં એક પછી એક ટ્વીસ્ટ આવી રહ્યા છે. આ કારણે જ આ સિરિયલના બધા એપિસોડ લોકો ખૂબ જોવાનું પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા અને રૂપાલી ગાંગુલી સ્ટારર સિરિયલ અનુપમા વચ્ચે ટક્કર જોવા મળી હતી.

 

ઓરમેક્સની તરફથી જાહેર કરવામાં આવેલ ટોપ 10 ટીવી શોની લિસ્ટમાં ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો દબદબો જોવા મળ્યો હતો. શોનું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે. આ પછી બીજા નંબર પર અનુપમા અને ત્રીજા નંબર ધ કપિલ શર્મા શો છે. પછીના નંબર પર હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોરનો શો યે રિશ્તા કયા કહલાતા હૈ. સામે આવેલ લિસ્ટમાં પાંચમા નંબર પર ભાગ્યલક્ષ્મી અને 6 નંબર પર ગુમ હે કિસીકે પ્યારમે છે. 7માં અને 8 માં નંબર પર નાગિન – 6 અને કુંડળી ભાગ્ય છે. લિસ્ટમાં આગળનો નંબર ઇમલી અને સુપરસ્ટાર સિંગર 2 નું છે.

 

આ વખતે નાગિન 6ના ખૂબ નસીબ ચમક્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ શોમાં ભયંકર ટ્વીસ્ટ આવેલ છે અને તેને લીધે જ ટીઆરપી લિસ્ટમાં તેજસ્વી પ્રકાશ અને સિંબા નાગાપાલના આ શોને જગ્યા મળી છે. ઓરમેક્સ તરફથી શેર કરવામાં આવેલ લિસ્ટમાં નાગિન 6 ને ટોપ 7 માં જગ્યા મળી છે. આવનાર દિવસોમાં તેમાં હજી ડ્રામા વધી સહકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *