ઉનાળામાં હોઠને મુલાયમ અને સુંદર બનાવી રાખવા માટે આ ટિપ્સ છે બેસ્ટ.. હોઠ બનશે આકર્ષક..

ઉનાળાની શરૂઆત ચુકી છે. ખુબ જ ગરમી વધી રહી છે. ઉનાળામાં ત્વચા પર ઘણી સમસ્યા થવા લાગે છે. દરેક ને ચામડી ના કોઈને કોઈ રોગ થતા રહે છે. ખાસ કરીને ઋતુ બદલતા આપણા હોઠ પર તેની અસર પણ વર્તાય છે. ક્યારેક આ હોઠ પર નિશાન પણ પડી જાય છે.

ત્વચા કે હોઠ માટે દરેક લોકો કોઈને કોઈ ઉપાય કરતા હોય છે. આજે અમે તમને એક એવા નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાય ને નિયમિત રીતે અપનાવશો તો હોઠ ને એકદમ મુલાયમ અને સુંદર બની શકે છે. તો ચાલો જાણી લઈએ હોઠના સરળ ઉપાય વિશે.

જૈતુન નું તેલ અને વેસેલીનની પેસ્ટ :- જૈતુન નું તેલ અને વેસેલીન બંને વસ્તુ મિક્સ કરીને દિવસમાં ત્રણ ચાર વાર ફાટેલા હોઠો પર લગાવવું. આ ઉપાય ત્રણ ચાર દિવસ નિયમિત કરવાથી તમારા હોઠોની તિરાડ ભરાવવા લાગશે. અને હોઠ મુલાયમ બની જશે.

મલાઈ અને હળદર :- રાત્રે સૂતા પહેલા સ્વચ્છ રૂ પર ગુલાબજળ લઈને હોઠ પર હલકા હાથે ફેરવી લો. હવે હોઠ પર મલાઈ લગાવી દેવું. ધ્યાન રાખો ક્યારેય પણ હોઠ પર કોઈ પણ વસ્તુ રબ ન કરવી જોઈએ. મલાઈમાં હળદર નાખીને લગાડવાથી હોઠ મુલાયમ અને નરમ બને છે.

મધ :- હોઠો માં તિરાડ થવા પર એટલે કે હોઠ ફાટી ગયા હોય તો મધ લઈને આંગળી થી ધીમે ધીમે ફેરવવું. થોડા જ દિવસો ના પ્રયાસ થી તમારા હોઠ પહેલા ની જેવા ચમકદાર અને મુલાયમ થઇ જશે. તેમજ એનાથી હોઠો નું સૌંદર્ય બની રહેશે.

મહેંદી :- હોઠ પર પોપડી બની રહેતી હોય તો તે હોઠ નો રોગ જ કહેવાય છે એનાથી છુટકારો મેળવવા માટે એક નાની ચમચી મહેંદી નું મૂળ લગભગ ૬૦ મિલિગ્રામ, બદામ નું તેલ, ૧૫ ગ્રામ બીજ વેક્સ લેવું. મહેંદી ના જડ ને કુટી લેવું અને દસ દિવસ સુધી એને બદામ ના તેલમાં પલાળી રાખવું. દસ દિવસ પછી તેલ ને ગાળી લેવું. પછી એને ગરમ પાણી પર રાખીને ઓગાળી લેવું. સરખી રીતે હલાવવું અને પછી એને લીપ બ્રશ વડે હોઠો પર લગાવવું.

લીંબુ નો રસ :- લીંબુ હોઠ ની કાળાશ ને દુર કરવા માટે એક સારો ઘરેલું નુસખા હોઈ  શકે છે. લીંબુ ના રસને નિયમિત રૂપથી રાત્રે સુતા પહેલા હોઠ પર લગાવવું. આ ઉપાય ને ઓછામાં ઓછું બે મહિના સુધી કરવું. જરૂર ફાયદો મળશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *