ભારતમાં માં દુર્ગા ના ઘણા બધા મંદિર છે પરંતુ એ દેશ છે જ્યાં મુસ્લિમો રહે છેઅને ત્યાં એક માતા નું મંદિર પોતાના ચમત્કાર ના રૂપમાં વિશ્વ માં પ્રસિદ્ધ છે.માં ભગવતી ની લીલાઓ અને ચમત્કાર નો કોઈ પાર નથી. અહી દેવી માની જ્વાળા માતા ની જેમ જ એક જ્યોત ઘણા વર્ષો થી પ્રગટી રહી છે. મંદિર ની ઉપર એક ત્રિશુલ પણ શોભે છે.
આ મંદિર ઈરાન અને રૂસ ના મધ્ય અજરબેજાન માં સુરખાની નામની જગ્યા પર આવેલ છે.મંદિર ની બનાવટ થોડી થોડી મસ્જીદ જેવી દેખાય છે. જે ખુબજ જૂની અને પ્રાચીન છે. આ મંદિર સાદા પથ્થરોનું બનેલું છે. નિરંતર ચાલુ રહેતી જ્યોત ના કારને તેને આતીશગાહ અને ટેમ્પલ ઓફ ફાયર ના નામથી પણ ઓળખવામાં આવે છે.આ મંદિર પર ગુરુમુખી ભાષા માં કેટલાક લેખ લખેલા છે.
એવું માનવામાં આવે છે કે આ મંદિર ૧૭ મી અથવા ૧૮ મી શતાબ્દી ના મધ્ય માં બનાવામાં આવ્યું હતુ.હિન્દુસ્તાની વ્યાપારીઓ એ માં જ્વાળા માતા ના નામથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મુસ્લિમ દેશ હોવાના કારણે અહી આ મંદિરમાં ભક્તો ની તરફ થી જય જયકાર નો અવાજ ખુબજ ઓછો સાંભળવા મળે છે.
ઘણા બધા એવા હિંદુ મંદિરો છે જે વિદેશો માં પણ આવેલા છે. ભારત માં તો દરેક ધર્મ ના મંદિરો આવેલા જ છે કર્ણ કે ભારત દેશ દરેક ધર્મ અને દરેક ધર્મના લોકોને સ્વતંત્રતા આપે છેતેથી ભારત માં તો ઘણા મંદિરો છે. અને આ એક એવો દેશ છે જ્યાં ૯૫ % મુસ્લિમ પબ્લિક હોવા છતાં આ દેશમાં હિંદુ માતાજીનું મંદિર આવેલું છે. અને ત્યાં અખંડ જ્યોત પણ પ્રગટે છે.
Leave a Reply